Advertisement
Author: નોબત સમાચાર

સહાય યોજનાના લાભાર્થીઓએ તા. ૩૧ જુલાઈ પહેલા હયાતીની ખરાઈ કરાવવી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને ઈન્દિરાગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) ના લાભાર્થીઓની દર વર્ષે હયાતીની ખરાઈ કરવાની હોવાથી તમામ લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ બાબતે ભારત સરકાર દ્વારા બીએસએ (બેનીફિશ્યરી સત્યાપન એપ્લીકેશન) તૈયાર કરવામાં આવી છે, જેનો ઉપયોગ કરી લાભાર્થીની હયાતીની ખરાઈ કામગીરી ૩૧-જુલાઈ પહેલા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. તેમજ જે લાભાર્થીનું અવસાન થયેલ હોય, તો તેના પરિવારના વ્યક્તિએ મરણ પ્રમાણપત્ર, આધારકાર્ડ, બેંક પાસબુક તેમજ વારસદારના આધારકાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. જે કોઈ લાભાર્થીને હયાતીની ખરાઈ દરમિયાન કોઈ મુશ્કેલી પડે તો મામલતદાર કચેરી, જામનગર શહેર, શરૂસેકશન રોડ, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફલોર, સમાજ સુરક્ષા શાખામાં રૂબરૂ મુલાકાત લેવી, તેમ જામનગર શહેર મામલતદારની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh