Advertisement
Author: નોબત સમાચાર

વોર્ડ નંબર ૧ર માં કોઝ-વેની તત્કાલ સફાઈ કરાવવા કોર્પોરેટરની મ્યુનિ. કમિશ્નરને રજૂઆત

જામનગરમાં પ્રિ-મોન્સુનની કામગીરી યોગ્ય રીતે કરોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ ચોમાસાની મોસમને ધ્યાનમાં રાખી પ્રિ-મોન્સુન કામગીરી અસરકારક રીતે હાથ ધરવા તેમજ વોર્ડ નંબર ૧ર મા કોઝ-વેની સફાઈ કરવા વિગેરે બાબતે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ચોમાસાની મોસમ ટૂંક સમયમાં શરૂ થશે. દર વર્ષે ભારે વરસાદથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે, જેથી નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા થતી પ્રિ-મોન્સુન કામગીરી અસરકારક રીતે પૂર્ણ થાય તે જરૂરી છે.

જામનગરના વોર્ડ નંબર ૧ર ના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરના તમામ ડ્રેનેજ નેટવર્ક વરસાદી પાણીના નિકાલના માર્ગો, ગટરલાઈન, નાળા વગેરેની યોગ્ય સફાઈ અને મોનીટરીંગ કરવામાં આવે, નિયમિત દેખરેખ રાખવામાં આવે અને તેમાં નિચાણવાળા વિસ્તારને પ્રાથમિક્તા આપવામાં આવે.

કાલાવડ નાકા પાસેના પુલ નિર્માણાધીન છે, ત્યાં ડાયવર્ઝન બનાવાયો છે, ભારે વરસાદમાં આ ડાયવર્ઝનને અસર થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં મહારાજા સોસાયટીથી અન્નપૂર્ણા ચોકડી તરફ નદીના પટ પાસે આવેલ કોઝ-વે વૈકલ્પિક માર્ગ બની શકે છે, પરંતુ આ કોઝ-વે ગંદકીથી ખદબદી રહ્યો છે, અનેે પાણીના કુદરતી પ્રવાહને અવરોધ કરી શકે છે. જો સમયસર સફાઈ કરવામાં નહીં આવે તો પાણીનો પ્રવાહ અટકશે અને કોઝ-વેને પણ નુક્સાન થશે. આ કોઝ-વેનો દરરોજ હજારો લોકો અવર-જવર માટે ઉપયોગ કરે છે. આમ કોઝ-વેની સઘન સફાઈ ખૂબ જ જરૂરી છે.

આથી પ્રિ-મોન્સુન કામગીરીનું અસરકારક મોનીટરીંગ કરવું જરૂરી છે અને સફાઈને પણ પ્રાથમિક્તા આપવી જોઈએ. આ રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લેવા અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh