Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધોરીમાર્ગો પર રખડતા ઢોરના કારણે સર્જાઈ રહ્યા છે અકસ્માતોઃ
જામનગર તા. ૬: દ્વારકાથી ઓખા વચ્ચેના ધોરીમાર્ગ પર ગુરૂવારે સાંજે ઓખા પોલીસ મથકના મહિલા ફોજદાર પોતાની મોટર સાથે પસાર થતા હતા ત્યારે બરડિયા નજીક એક આખલો રોડ પર આવી જતાં મોટર તેની સાથે ટકરાઈ પડી હતી. સદ્નસીબે મોટરની એરબેગ્સ ખૂલી જતા ફોજદારનો બનાવ થયો છે.આ બનાવના પગલે ધોરીમાર્ગાે પર રખડતા ઢોરનો ત્રાસ નાથવા વધુ એક વખત માગણી ઉઠી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધોરીમાર્ગાે પર રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. તે દરમિયાન ગુરૂવારે સાંજે ઓખા મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.આર. બારડ પોતાની મોટર લઈને દ્વારકાથી ઓખા જવા માટે નીકળ્યા હતા.
તેઓ જ્યારે બરડીયા ગામ પાસે પહોંચ્યા ત્યારે એક આખલો રોડ વચ્ચે આવી જતાં તેઓની મોટર આખલા સાથે ટકરાયા પછી બોનેટનો બૂકડો બોલી ગયો હતો. જો કે, મોટર ટકરાતા જ તેની એર બેગ્સ ખૂલી જતાં પીએસઆઈ બારડનો બચાવ થયો હતો.
આવી રીતે અવારનવાર રખડતા ઢોર ધોરીમાર્ગાે પર વિહરતા જોવા મળી રહ્યા છે અને તેના કારણે અત્યાર સુધીમાં સંખ્યાબંધ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે અને કેટલાક લોકોએ મહામૂલી જિંદગી પણ ગૂમાવી છે ત્યારે ધોરીમાર્ગાે પર રખડતા ઢોરને નાથવા માટે તંત્રએ ચાંપતા પગલાં ભરવા જરૂરી બન્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial