Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલેકસ- ફયુઅલ વાહન ધારકોને લિટરે રૂ।. ૨૦નો ફાયદોઃ સરકારે કરી જાહેરાત
નવી દિલ્હી તા. ૬: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું ઈ૮૫ ઇંધણ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી. ઈ૮૫ પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ રૂ. ૨૦ પ્રતિ લિટર સસ્તું રહેશે.
ઈ૮૫ પેટ્રોલને શરૂઆતમાં દેશભરના ૪૮ પબ્લિક સેક્ટરના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ફ્યુલનો ઉપયોગ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ધરાવતા વાહનોમાં જ થઈ શકે છે. સરકાર ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ૫૦૦ અને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં આશરે ૫૦૦૦ પેટ્રોલ પંપ સુધી તેની ઉપલબ્ધતા વધારવાની યોજના ધરાવે છે. ઈ૮૫માં ૮૦થી ૮૫ ટકા ઇથેનોલ અને ૧૪ થી ૧૯ ટકા પેટ્રોલ હોય છે. આ પ્રકારનું ફ્યુલ ઈ૨૦ થી ઈ૧૦૦ સુધીના ઇથેનોલ મિશ્રણ પર ચાલવા સક્ષમ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે જાણીતી ઓટો કંપનીએ તેની ફ્લેક્સ ફ્યુલ કાર લોન્ચ કરી હતી. જ્યારે, અન્ય કંપનીએ તેનું ફ્લેક્સ-ફ્યુલ બાઈક લોન્ચ કર્યું હતું. ૨૦૧૪માં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણનો દર માત્ર ૧.૫૩ ટકા હતો, જે હવે વધીને ૨૦ ટકા થયો છે. આ લક્ષ્ય નક્કી કરાયેલા સમય કરતાં પાંચ વર્ષ પહેલાં હાંસલ કરવામાં આવ્યું છે.
સરકારના જણાવ્યા મુજબ આ અભિયાનથી રૂ. ૧.૮૪ લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રાની બચત થઈ છે. મંત્રાલયના અંદાજ મુજબ, ઈ૮૫ પર ચાલતા ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ પરંપરાગત પેટ્રોલ વાહનોની સરખામણીએ લાઈફટાઈમ દરમિયાન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં આશરે ૬૧ ટકા ઘટાડો કરી શકે છે.
દેશમાં ઈ-૮૫ ફલેક્સ ફયુઅલ ૫ જૂન, પર્યાવરણ દિવસની સાંજે લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈ-૮૫ માં ૧૫% પેટ્રોલ અને ૮૫% ઇથેનોલ હોય છે. આનો અર્થ એ થયો કે ૧ લિટર ઈ-૮૫ ફલેક્સ ફયુઅલમાં ૧૫૦ મિલી પેટ્રોલ અને ૮૫૦ મિલી ઇથેનોલ હોય છે. હાલમાં દેશભરના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ નિયમિત પેટ્રોલ (ઈ-૨૦) માં ૨૦% સુધી ઇથેનોલ હોય છે. ઈ-૮૫ ની કિમત નિયમિત પેટ્રોલ કરતા રૂ.૨૦ ઓછી હશે. દિલ્હીમાં તેની કિમત રૂ.૮૨.૧૨/લિટર હોવાનું જાણવા મળ્યું છે, જે વર્તમાન રૂ.૧૦૨.૧૨/લિટરના ભાવ કરતા રૂ.૨૦ ઓછી છે.
આ ઇંધણ નિયમિત વાહનો માટે નથી, પરંતુ ફક્ત ફલેક્સ-ફયુઅલ વાહનો માટે છે. શુક્રવારે સાંજે, કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિહ પુરીએ ઇન્ડિયન ઓઇલ રિટેલ આઉટલેટ પર ઈ૮૫ ફયુઅલ લોન્ચ કર્યું. દિલ્હીમાં આ પેટ્રોલ પંપ સહિત ૪૮ સ્થળોએ ઈ૮૫ ફયુઅલ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય મંત્રીએ દિલ્હીમાં પુસા રોડ પર ઇન્ડિયન ઓઇલ રિટેલ આઉટલેટ પર ઈ૮૫ લોન્ચ કર્યું. આ સ્થાન ઉપરાંત ૪૭ અન્ય પેટ્રોલ પંપ પર ઈ૮૫ ઇંધણ ઉપલબ્ધ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial