Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીક હોલી ડે રિસોર્ટમાં સ્વિમિંગનો આનંદ માણવા ગયેલા પરિવાર પર વજ્રઘાતઃ બાળક ડૂબી ગયો

પરિવાર સાથે સ્વિમિંગ કરતો બાળક ડૂબ્યા પછી વધુ પડતું પાણી પી જવાથી મોતને શરણઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા જાંબુડા પાટીયા નજીકના હોલી ડે રિસોર્ટમાં ગઈકાલે હાપામાં રહેતા કેટલાક વ્યક્તિઓ પરિવાર સાથે સ્વિમિંગનો આનંદ માણવા ગયા હતા ત્યારે એક બાળક સ્વિમિંગ પુલના ઉંડા પાણીમાં ગરકાવ થયા પછી વધુ પડતું પાણી પી જવાના કારણે મોતને શરણ થતાં અરેરાટી પ્રસરી ગઈ છે. આ બાળક તથા તેનો પરિવાર ગાંધીનગરથી ફરવા માટે જામનગર આવ્યા પછી ગઈકાલે ઉપરોક્ત બનાવ બન્યાનું બહાર આવ્યું છે. હોસ્પિટલમાં આ બાળકના મૃત્યુ અંગે જણાવવામાં આવતા તેના પરિવારે કરૂણ આક્રંદ કર્યું હતું.

જામનગરના જાંબુડા પાટીયા પાસે આવેલા હોલી ડે રિસોર્ટમાં ગઈકાલે જામનગરના હાપામાં રહેતા હર્ષ કિરીટભાઈ પરમાર નામના નવ વર્ષના બાળક સાથે તેમના પરિવારજનો તેમજ આ પરિવારની આજુબાજુમાં રહેતા લોકો સ્વિમિંગનો આનંદ લેવા માટે પહોંચ્યા હતા.

આ વ્યક્તિઓ જ્યારે ભારે ગરમી વચ્ચે હોલી ડે રિસોર્ટમાં સ્વિમિંગનો આનંદ માણી રહ્યા હતા ત્યારે હર્ષ પરમાર (ઉ.વ.૯) નામનો બાળક સ્વિમિંગ પુલમાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાથે રહેલા વ્યક્તિઓ અને આ બાળકના પરિવારજનોએ કરેલી ચીસાચીસ વચ્ચે હર્ષને ઉંડા પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ગણતરીની સેકન્ડોમાં વધુ પડતું પાણી પી ગયેલા આ બાળકનું મૃત્યુ નિપજ્યું છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. જી.જી. હોસ્પિટલમાં આ બાળકના પરિવારજનોએ કરેલા કરૂણ આક્રંદથી વાતાવરણ ભારેખમ બની ગયું હતું. વધુમાં જાણવા મળ્યા મુજબ આ બાળકનો પરિવાર ગાંધીનગરમાં રહે છે અને હાલમાં ફરવા માટે આ પરિવાર જામનગરના હાપામાં આવ્યા પછી ગઈકાલે હોલી ડે રિસોર્ટમાં ગયો હતો ત્યાં ઉપરોક્ત કરૂણ બનાવ બન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh