Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુદ્ધમાં રશિયાના સીધા હસ્તક્ષેપને ગંભીર ઉશ્કેરણી ગણાવાશે?
નવી દિલ્હી તા. ૧રઃ રશિયાએ ઈઝરાયેલને ઈરાન પર હુમલો નહીં કરવા ખુલ્લી ધમકી આપી હોવાથી વૈશ્વિક તંગદિલીમાં વધારો થયો છે.
ઈઝરાયેલ અને ઈરાનની વચ્ચેની તનાતની દરમિયાન રશિયાએ મોટું નિવેદન આપ્યું છે. રશિયા હવે ઈઝરાયેલ વિરૂદ્ધ અને ઈરાનની સાથે ખુલીને આવી ગયું છે. રશિયાએ ઈઝરાયેલને ઉશ્કેરવા માટે પશ્ચિમ દેશોની ટીકા કરી છે. ઈઝરાયેલ કોઈપણ સમયે ઈરાન પર જવાબી હુમલો કરી શકે છે તેવા અહેવાલો પછી રશિયાએ આ હુમલા અંગે પહેલેથી જ કડક ચેતવણી આપી દીધી છે.
લાઓસના વિએન્ટિયનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું, 'ઈઝરાયેલી હુમલાથી વિસ્તારમાં તણાવ વધવાના અણસાર છે. જો ઈરાનના અસૈન્ય પરમાણુ સંસ્થાઓ પર હુમલો કરવાની કોઈ ધમકી આપવામાં આવી તો તેને આંતરરાષ્ટ્રીય સમુદાય ગંભીર ઉશ્કેરણી તરીકે જોશે. ઈરાન પરમાણુ કાર્યક્રમનું સૈન્યિકરણ કરી રહ્યું નથી'. વર્તમાન તણાવ છતાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીની પાસે એ વાતનો કોઈ પુરાવો નથી કે ઈરાનના પરમાણુ કાર્યક્રમનું સૈન્યીકરણ કરવામાં આવી રહ્યું છે. રશિયા તથ્યો પર આધારિત વલણ અપનાવે છે. દરેક દેશમાં તમને એવા રાજનેતા અને સાંસદ મળી જશે જે આવા વિચાર વ્યક્ત કરે છે, પરંતુ એ જરૂરી નથી કે તેમના વિચાર દેશની સરકારની વાસ્તવિક નીતિઓ સાથે મેળ ખાતા હોય. અમે પહેલા પણ પેટર્ન જોઈ છે.
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઈરાન પ્રમુખ મસુદ પેજેશકિયન પહેલી વખત તુર્કમેનિસ્તાનના અશ્ગાબાતમાં શુક્રવારે મળ્યા. બન્ને નેતાઓએ પશ્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ પર પણ ચર્ચા કરી.
મળતી જાણકારી અનુસાર બન્ને દેશોના મધ્ય ડ્રોન અને અન્ય સુરક્ષા ઉત્પાદનને લઈને ૧.૭ અબજ ડોલરના નિકાસ કરાર પણ થયા છે. પુતિને ખુલીને ઈરાનનું સમર્થન કર્યું અને ઈઝરાયેલને ચેતવણી આપતા પુતિને કહ્યું કે, 'ઈરાન પર હુમલો કરવાનું સાહસ કરતા નહીં'.
ઉલ્લેખનિય છે કે, એક ઓક્ટોબરે ઈરાને ઈઝરાયેલ પર એકસાથે લગભગ ૧૮૦ થી વધુ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. હુમલા પછી ઈરાને કહ્યું હતું કે 'આ હમાસ નેતા ઈસ્માઈલ હાનિયા, હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહ અને આઈઆરજીસીના જનરલ અબ્બાસ નિલફોરૂશાનની હત્યાનો બદલો છે. આ તમામે ઈઝરાયેલી હુમલામાં જીવ ગુમાવ્ય્ છે'.
રિપોર્ટસ અનુસાર ઈઝરાયેલનો ઈરાન પર હુમલો વધુ ઘાતક હશે. કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અને ઓઈલ પ્લાન્ટ પર હુમલો કરવાના આયોજન પર કામ કરી રહ્યું છે, જો કે ઈરાને પણ ધમકી આપી છે કે જો ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરી તો આ વખતે વધુ તાકાતથી જવાબ આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial