Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧રઃ જામનગરની પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી ડામી દેવા માટે શરૂ કરવામાં આવેલા વીજ ચેકીંગના દૌરમાં ગઈકાલે રણજીતસાગર રોડ પર આવેલી સોસાયટીઓથી માંડી હાપા માર્કેટીંગ યાર્ડ સુધીના રોડ પરની સોસાયટીઓમાં અને દરેડ, ચેલા, ચંગા તથા જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા, વેરાવળમાં પણ વીજ ચેકીંગ કરી રૂા.પ૪ લાખ ૮૫ હજારની વીજચોરી પકડી છે.
જામનગરની પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરી દ્વારા વીજચોરી પકડવા માટે શરૂ કરાયેલી કાર્યવાહી અંતર્ગત ગઈકાલે જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી હર્ષદમીલની ચાલી, નિલકંઠનગર, સાધનાકોલોની, કિસાન ચોક, પવનચક્કી, જેલ રોડ તેમજ કાલાવડ નાકા બહાર આવેલી સોસાયટીઓ તથા માર્કેટીંગ યાર્ડ રોડ પરની સોસાયટીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત જામનગર તાલુકાના દરેડ, ચેલા, ચંગા સહિતના ગામો તથા જામજોધપુર તાલુકાના વેરાવળ, હોથીજી ખડબા સહિતના ગામોમાં પણ ચકાસણી કરવામાં આવી હતી.
સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૪૧ ટૂકડીએ કુલ ૭૦૯ વીજજોડાણ ચકાસ્યા હતા. તેમાંથી ૧૦૨ જોડાણમાં ગેરરીતિ મળી આવી હતી. તેના ધારકોને રૂા.૫૪ લાખ ૮૫ હજારના પુરવણી બીલ આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial