Advertisement
Author: નોબત સમાચાર

મોટર પર બોલેરો નાખવાની બાબતે મુંગણીના યુવાનને બે શખ્સે લમધાર્યાે

ફડાકા ઝીંકી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની રાવઃ

જામનગર તા. ૧રઃ જામનગર તાલુકાના મુંગણી ગામના એક યુવાન ગુરૂવારની રાત્રે ગરબી જોવા માટે સિક્કા આવ્યા હતા ત્યારે તેઓને મોટર પર બોલેરો ચઢાવવાની બાબતે બે શખ્સે ગાળો ભાંડી ફડાકા ઝીંકી દઈ જ્ઞાતિ હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગર તાલુકાના સિક્કા નજીકના મુંગણી ગામમાં વસવાટ કરતા ભરતભાઈ નારણભાઈ પરમાર ગુરૂવારે રાત્રે સિક્કામાં ગરબી જોવા માટે આવ્યા હતા. તેઓએ ટીપીએસ કોલોનીમાંથી પોતાની બોલેરો કાઢી ત્યારે ત્યાં મુંગણી ગામના ક્રિપાલસિંહ બનેસંગ કંચવાની મોટર પડી હતી. તેની બાજુમાંથી નીકળીને ભરતભાઈ ગયા હતા.

ગરબી જોઈને તેઓ જ્યારે રાત્રે બેએક વાગ્યે મુંગણી પરત જતા હતા ત્યારે માર્ગમાં નંબર પ્લેટ વગરની મોટર લઈને પાછળથી આવેલા ક્રિપાલસિંહે બોલેરોને ઓવરટેક કરી પોતાની મોટર ઉભી રાખી દીધી હતી અને તેમાંથી ઉતરી ટીપીએસ કોલોનીમાં તે મારી મોટર પર બોલેરો કેમ ચઢાવી હતી તેમ કહી ફડાકા ઝીંકી દીધા હતા. આ વેળાએ સિક્કાનો પ્રેમદીપસિંહ બ્રિજરાજસિંહ જાડેજા સ્કૂટર પર આવી ચઢ્યો હતો. તેણે પણ ભરતભાઈને ગાળો ભાંડી ફડાકા ઝીંક્યા હતા. બંને શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી બીજીવાર બોલેરો ચઢાવ્યો તો જીવતો રહેવા નહીં દઈએ તેવી ધમકી આપી હતી. ભરતભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh