Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર અને જૂનાગઢ જિલ્લાઓની કન્યાઓને લાભઃ
નવરાત્રિ નિમિત્તે રિલાયન્સ દ્વારા અગિયારમાં વર્ષે પપ૦૦ બાળાઓને લ્હાણી વિતરણ કરાયું હતું. જેમાં જામનગર અને જૂનાગઢ જિલ્લાની કન્યાઓને લાભ મળ્યો હતો. શક્તિની ભક્તિ માટે ઉજવાતા દુનિયાના સૌથી લાંબા નૃત્યપર્વ નવરાત્રિ સાથે પરંપરાગત રીતે લ્હાણી ભેટ આપવાની પ્રથા સંકળાયેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર અને જૂનાગઢ જિલ્લાની પપ૦૦ બાળાઓને કુમારિકા પૂજન તરીકે આ ઉપાસના ઉત્સવમાં લ્હાણી વિતરણ કરી શક્તિ આરાધનાના મહાપર્વમાં સાંસ્કૃતિક યોગદાન આપવામાં આવ્યું હતું. ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે એક દાયકા કરતા વધુ સમયથી પ્રતિવર્ષ રિલાયન્સ, ગામડાના નવરાત્રિ ઉત્સવોમાં લ્હાણીનું યોગદાન આપીને ભાગ લે છે. બન્ને જિલ્લાના ત્રણ તાલુકાના ૩૪ ગામોના ૮૮ ગરબી મંડળની પપ૦૦ થી થી વધુ કન્યાઓને રિલાયન્સના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ જઈને આ લ્હાણીનું વિતરણ કરીને અગિયારમાં વર્ષે આ પરંપરા ચાલુ રાખવામાં આવી હતી. આ પહેલ નવરાત્રિ ઉત્સવ અને સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિની ભાવનાની ઉજાગર કરે છે અને સમાજમાં મહિલાઓની આગામી પેઢીના સંવર્ધન અને સશક્તિકરણના મહત્ત્વને પણ મજબુત બનાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial