Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકો-પોલીસ દ્વારા બર્ધનચોકમાં ફરી દબાણો હટાવાયા

તહેવારોની ઘરાકી વધતા ટ્રાફિક સમસ્યા વધુ વકરીઃ

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ગઈકાલે ફરી એક વખત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવતા દોડધામ થઈ હતી. જામનગરના માંડવી ટાવરથી બર્ધનચોક વિસ્તારમાં રેંકડી, પથારાવાળા આડેધડ પારા પાથરી બેસતા હોવાથી તેમજ રેંકડીવાળા ટ્રાફિકને નડતર રૂપ બનતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ વિસ્તારને 'નો હોકીંગ' ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાથી સમયાંતરે તંત્ર દ્વારા રોડ-રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી છે. હાલ દિવાળીના તહેવારો નજીક આવતા હોવાથી બજારમાં ખરીદી કરનારાઓની સંખ્યા વધી છે. આથી બર્ધનચોક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ગઈકાલે પણ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગની ટીમ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પથારાવાળા-રેંકડી ધારકોને દૂર ખસેડ્યા હતાં. આ સમયે ફેરિયાઓમાં દોડધામ મચી જવા પામી હતી. તેમજ બે રેંકડી કબજે કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh