Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્તમાન ભાજપ સરકાર અગાઉથી કોંગ્રેસ સરકારના ગેરકાનૂની કૃત્યને સુધારશે?
જામનગર તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરની હદ-વિસ્તારમાં અનેક દુકાનો ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના હક્ક-હિસ્સા વગર ખડકાઈ ગઈ હતી.
આ બાબતની જાણ થતાં મંદિરના સંચાલક અને સંસ્થાના અજન્ય મૂળ માલિક જામસાહેબ શત્રુસલ્યસિંહજી જાડેજાને થતા તેમણે મંદિરની જગ્યામાં વાતાવરણ બગાડતા દુકાનદારોને હટાવ્યા હતાં.
પણ... તત્કાલિક કોંગ્રેસની રાજ્ય સરકારે પોલીસને સાથે રાખીને દુકાનદારોને ફરીથી ત્યાં જ વસાવી દીધા હતાં. એટલું જ નહીં, રાજ્ય સરકારની સૂચનાથી લાગતાવળગતા મહેસુલના અધિકારીઓએ દુકાનોની પાછળના દરિયાની ખાડીને કાંઠેથી અંદાજે દસ મીટર સુધી બૂરી દઈને ત્યાં એક સરકારી ખરાબાનો રેવન્યુ સર્વે નંબર દર્શાવી દીધો હતો. હકીકતમાં આ ખરાબાનો રેવન્યુ સર્વે નંબર ત્યાંથી અમુક કિલોમીટર દૂરનો હતો, દર્શાવેલી જગ્યાનો નહીં. આ રાજ્ય સરકારના મહેસુલ વિભાગનું વિચિત્ર કૃત્ય હતું.
ત્યારપછી સમય જતાં આ દુકાનમાલિકોને કાયદાના કાયદાના નિયમોથી બિલકુલ વિરૂદ્ધ અડધા બૂરેલા દરિયા ઉપર અને અડધા મંદિરની માલિકીની મૂળ સનદ્ની જગ્યામાં સાવ નાના-નાના (૩૦ થી ૧૦૦ ચો.મી.) પ્લોટ બનાવી તેને ત્યાંથી દૂરના રેવન્યુ સર્વે નંબરો આપી ફાળવી દીધા હતાં.
હવે હાલની રાજ્યની ભાજપ સરકાર આ ગેરકાયદે દુકાનોને હટાવવાની કાર્યવાહી કરશે કે પછી તેનો સ્વીકાર કરશે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial