Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્રણ વર્ષ પહેલાં થયો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧૨: ખંભાળિયાના એક યુવાનનું ત્રણ વર્ષ પહેલાં વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમના વારસોએ રૂા.૧૨ લાખ ઉપરાંતની વળતરની રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા ટ્રિબ્યુનલે સામે વાળાઓને હુકમ કર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા જયેશ કિશોરભાઈ કણઝારીયા નામના યુવાન ગઈ તા.૧૩-૬-૨૧ના દિને ખંભાળિયા માર્ગ પર આવેલા ગેસ ગોડાઉન પાસેથી જઈ રહ્યા હતા ત્યારે એક ડમ્પરે તેઓને હડફેટે લેતાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.
તેઓના વારસોએ વળતર મેળવવા માટે ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. તે અરજી ચાલી જતાં ટ્રિબ્યુનલે રૂા.૧૨ લાખ ૯૪૫૭૭ની રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા સામેવાળાઓને હુકમ કર્યાે છે. વારસદારો તરફથી વકીલ હાજી હસન ભંડેરી, અઝીમ ભંડેરી, શાહીદરઝા ભંડેરી અને ફુરકાન ભંડેરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial