Advertisement
Author: નોબત સમાચાર

તામિલનાડુમાં બાગમતી એક્સપ્રેસ ટ્રેન માલગાડી સાથે અથડાતા ૧૯ લોકો ઘાયલ

અકસ્માતના કારણે ૧ર ડબ્બા પાટા પરથી ઉતરી ગયાઃ

ચેન્નાઈ તા. ૧રઃ તમિલનાડુમાં બાગમતી એક્સપ્રેસ માલગાડી સાથે અથડાતા ૧૯ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે. રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. રેલવેના જણાવ્યા અનુસાર કોઈ જાનહાની કે ગંભીર ઈજાના અહેવાલ નથી.

તમિલનાડુના તિરૂવલ્લુરથી એક મોટી રેલ દુર્ઘટનાના સમાચાર છે, જ્યાં મૈસુરથી દરભંગા જઈ રહેલી બાગમતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ઊભી રહેલી ટ્રેન સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે ટ્રેનના ૧ર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. આ અકસ્માતમાં ૧૯ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. તિરૂવલ્લુર પોલીસે એજન્સીને જણાવ્યું કે મૈસુરથી પેરામ્બુર થઈને દરભંગા જતી પેસેન્જર ટ્રેન તિરૂવલ્લુર નજીક કાવરપ્પેટાઈ રેલવે સ્ટેશન પર ઉભેલી માલગાડી સાથે અથડાઈ હતી. રેલવે અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે.

તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન ઉધયનિધિ સ્ટાલિને ટ્રેન અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને મળ્યા જેમની ચેન્નાઈની સરકારી માલિકીની સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલના અકસ્માત અને ઈમરજન્સી વિભાગમાં સારવાર ચાલી રહી છે.

રેલવે બોર્ડના માહિતી અને પ્રચારના કાર્યકારી નિર્દેશક દિલીપ કુમારે કહ્યું કે અમને ટ્રેન દુર્ઘટના વિશે માહિતી મળી છે. તે પછી રાહત કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું હતું. આખી ટ્રેનમાંથી તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. કોઈ મુસાફરોના જાનહાનિના અહેવાલ નથી. કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ નથી. રેલવે દ્વારા તમામ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ૯૦ ટકાથી વધુ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે.

અધિકારીએ કહ્યું, 'અમને હજુ સુધી કોઈ જાનહાનિ અથવા ગંભીર ઈજાઓ વિશે કોઈ માહિતી મળી નથી'. રાહત ટીમ અને મેડિકલ ટીમ બન્ને અકસ્માત સ્થળે હાજર છે. જીએમ સદન રેલવે અને ડીઆરએમ સદન ચેન્નાઈ ડિવિઝન દુર્ઘટના સ્થળ તરફ રવાના થઈ ગયા છે. બાકીના મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જવા માટે ચેન્નઈ સ્ટેશનથી રેલવે દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ એક્સપ્રેસ ટ્રેને તમિલનાડુના કાવરપેટ્ટાઈમાં ઊભી રહેલી ટ્રેનને ટક્કર મારી હતી. પોલીસે અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થવાની આશંકા પણ વ્યક્ત કરી છે. પોલીસે એજન્સીને જણાવ્યું કે બચાવ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ઘટનાને લગતી વધુ માહિતીની હાલ રાહ જોવાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh