Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂા.૧૫ લાખ ૯૦ હજારના ચેક પરતની હતી રાવઃ
જામનગર તા. ૧રઃ ભાણવડના એક વેપારી સામે અદાલતમાં રૂા.૧૫ લાખ ૯૦ હજારના ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં મહાદેવ હાર્ડવેર નામની પેઢી ચલાવતા કેતન સવજીભાઈ નકુમ તથા જલારામ એસ.એસ. હાર્ડવેર વાળા નિશીથ હિતેશભાઈ રાજાણી અને નિલેશ કુમારભાઈ સવજાણી વચ્ચે મશીનરીની વેચાણ બાબતનો સમજૂતી કરાર થયો હતો. કરાર મુજબ તમામ મશીનરી રૂા.૩૦ લાખ ૧૦ હજારમાં નક્કી થયું હતું. તે મુજબ નિશીથે ચેક લીધા હતા પછી કરાર મુજબ મશીનરી આપી ન હતી અને એડવાન્સમાં લીધેલા ચેકનો ઉપયોગ કરી રૂા.૧૫ લાખ ૯૦ હજારના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી કેતન સવજીભાઈનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ આશિષ કણઝારીયા, કિશન કણઝારીયા, રવિ એમ. ચોપડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial