Advertisement
Author: નોબત સમાચાર

જામવંથલી ગ્રામ પંચાયતના સદસ્યને સરપંચના પુત્રએ ગાળો ભાંડી ફડાકો ઝીંક્યો

સદસ્યના પત્નીએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

જામનગર તા. ૧રઃ જામનગરના જામવંથલી ગામના એક મહિલાએ પોતાના જ ગામના એક શખ્સ સામે ખરાબ નજર નાખી હેરાન કરતો હોવાની અને ગ્રામસભામાં ગયેલા તેણીના પતિને આ શખ્સે ગાળો ભાંડી ફડાકા માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હાલમાં સરપંચ તરીકે સેવા આપી રહેલા પદાધિકારીના પુત્ર સામે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગર તાલુકાના જામ વંથલી ગામના ભગવતીબેન નાનજીભાઈ મકવાણા નામના પચ્ચાસ વર્ષના પ્રૌઢાએ તેમના જ ગામના રાજેશ ભૂરાભાઈ પરમાર સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી તેમાં જણાવ્યું છે કે, આ શખ્સ છેલ્લા ચારેક મહિનાથી તેમની સામે ખરાબ નજરે જોઈ હેરાન કરતો હતો. તે દરમિયાન ગઈ તા.રના દિને જામવંથલીમાં યોજાયેલી ગ્રામસભામાં ગયેલા આ મહિલાના પતિ નાનજીભાઈ લક્ષ્મણભાઈ મકવાણાને ગાળો ભાંડી રાજેશે ફડાકા ઝીંકી દીધા હતા. પોલીસે તે ફરિયાદ પરથી રાજેશ ભૂરાભાઈ પરમાર સામે ગુન્હો નોંધ્યો છે. વધુમાં જાણવા મળ્યા મુજબ ભૂરાભાઈ પરમાર હાલમાં જામવંથલી ગામના સરપંચ છે અને નાનજીભાઈ મકવાણા ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે સેવા આપી રહ્યા છે. ગઈ તા.૨ના દિને આ બંને વ્યક્તિઓ ગ્રામસભામાં મળી ગયા પછી ડખ્ખો થયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh