Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે જામીન રદ્દ કરાવવા કોર્ટમાં કરી હતી અરજીઃ
જામનગર તા. ૧૨: જામનગરના નવાગામ ઘેડમાં રહેતા એક શખ્સ સામે હત્યા પ્રયાસનો ગુન્હો નોંધાયા પછી તેને અદાલતે શરતી જામીન આપ્યા હતા. આ શખ્સે તે શરતનો ભંગ કરી જામનગરમાં પ્રવેશ કરતા પોલીસે જામીન રદ્દ કરાવવા અરજી કરી હતી. અદાલતે તેના જામીન રદ્દ કરી નાખ્યા છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા હનુમાન ચોકમાં રહેતા રોહિત વિશાલભાઈ શિંગાળા નામના કોળી શખ્સ સામે ગયા માર્ચ મહિનામાં હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હામાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. ત્યાંથી જામીનમુક્ત થવા આ શખ્સે કરેલી અરજી અદાલતે અમૂક શરતોને આધીન રહેવાની શરત મૂકી જામીન મંજૂર કર્યા હતા.
અદાલતે જે તે વખતે શરત મૂકી હતી કે, આ આરોપીએ ત્રણ મહિના સુધી દર મહિનાની ૧૦ તારીખે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા આવવાનું રહેશે અને આ કેસમાં જ્યાં સુધી ફરિયાદી અને અન્ય સાક્ષીની જુબાની લેવાઈ ન જાય ત્યાં સુધી આ શખ્સને પોલીસ સ્ટેશનમાં હાજરી અને કોર્ટમાં હાજર રહેવા સિવાયના પ્રસંગ સિવાય જામનગરમાં ન આવવાની શરત મૂકી હતી.
ઉપરોક્ત શરતમાંથી પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરતનો આરોપી રોહિત શિંગાળાએ ભંગ કર્યાે હતો. તે ઉપરાંત ગઈ તા.૨૧ ઓગસ્ટની સાંજે આ શખ્સ જીજે-૧૦-ડીડી ૧૨૦૪ નંબરના બાઈકમાં જામનગર શહેરમાં પ્રવેશતો હોવાનંુ પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલના સીસીટીવીમાં દેખાઈ આવતા પોલીસે તેના ફૂટેજ પુરાવારૂપે મેળવી અને અન્ય પુરાવાઓ એકઠા કરી આરોપી રોહિત વિશાલ શિંગાળાના જામીન રદ્દ કરવા અદાલતમાં અરજી કરી હતી. તે અરજી ધ્યાને લઈ અદાલતે આરોપીના જામીન રદ્દ કરી તેને પકડી પાડવા આદેશ કરતા સિટી બી ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યાે છે. આ શખ્સ સામે વર્ષ ૨૦૨૧થી ૨૩ સુધીમાં સિટી બી ડિવિઝનમાં દારૂબંધી ભંગ, જુગારધારા, હુમલા સહિતના પાંચ ગુન્હા નોંધાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial