Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એક જ દિવસમાં તાપમાનમાં પ.ર ડીગ્રીનો કડાકોઃ મહત્તમ ૩૧ ડીગ્રી

ધાબળિયા વાતાવરણના પગલે

જામનગર તા. ૧રઃ જામનગરમાં ધાબળિયા વાતાવરણના પગલે એક જ દિવસમાં પ.ર ડીગ્રીના કડાકા સાથે મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રીએ પહોંચ જતા ગરમીમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધાબળિયા વાતાવરણ વચ્ચે ગઈકાલે તેમજ આજે સવારે છાંટા પડ્યા હતાં. ધાબળિયા વાતાવરણના પગલે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો પ.ર ડીગ્રી સુધી નીચે શરકીને ૩૧ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં ઘટાડો થયો હતો.

નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ર૭ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૮ ટકા વધીને ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh