Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેટલાક મુખ્યમંત્રીઓ રહેશે ઉપસ્થિત
ચંદીગઢ તા. ૧રઃ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે તા. ૧૭-ઓક્ટોબરે પંચકુલામાં નાયબસિંહ સૈની શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી તથા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે.
હરિયાણાના મુખ્યમંત્રી તરીકે ૧૭-ઓક્ટોબરે નાયબસિંહ સૈની શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે. સૈનીનો શપથ ગ્રહણ દશેરા ગ્રાઉન્ડ સેક્ટર પ-પંચકુલામાં સવારે ૧૦ વાગ્યે થશે.
આ માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અને હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, 'અમને પ્રધાનમંત્રીની મંજૂરી મળી ગઈ છે કે, મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ ૧૭-ઓક્ટોબરે પંચકુલામાં શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.'
ઉલ્લેખનિય છે કે, નાયબસિંહ સૈનીએ માર્ચમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને રિપ્લેસ કરીને મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. આ બીજી વખત હશે જ્યારે તેઓ રાજ્યના મુખ્યમંત્રી બનશે.
આગામી લોકસભાની ચૂંટણી પહેલા સૈનીની નિમણૂકથી હરિયાણાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. સૈની ઓબીસી સમુદાયના હોવાથી ભાજપને રાજ્યમાં સામાજિક સમીકરણોનું ધ્યાન રાખ્યું છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના સામાજિક સમીકરણ અને રણનીતિ કામ કરી ગઈ. જેના કારણે ભાજપે ૪૮ બેઠક સાથે મોટી જીત હાંસલ કરી છે. હરિયાણામાં બીજેપી સતત ત્રીજી વખત સરકાર બનાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial