Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ દાનપેટી તથા રૂા.૩૫૦૦ની રોકડ કબજેઃ
જામનગર તા. ૧રઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા સ્થિત મંદિરમાં ગયા બુધવારે રાત્રે ચોરી કરનાર શખ્સને પોલીસે ચોરાઉ દાનપેટી તથા તેમાંથી નીકળેલી રૂા.૩૫૦૦ની રોકડ સાથે પકડી પાડી પૂછપરછ કરતા આ શખ્સે ચોરીની કબૂલાત આપી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા સુભાષપરા શેરી નં.૧માં જાગનાથ મહાદેવ મંદિરમાં ગયા બુધવારની રાત્રિથી ગુરૂવારની સવાર સુધીમાં કોઈ તસ્કરે હાથફેરો કર્યાે હતો. આ શખ્સે મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીમાં પડેલી રૂપિયા સાડા ત્રણ હજારની રોકડ ચોરી કરી લીધાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.
ઉપરોક્ત ગુન્હાની તપાસ સીટી સી ડિવિઝનના પીઆઈ આઈ.એ. ધાસુરાએ શરૂ કર્યા પછી સ્ટાફના હોમદેવસિંહ, બી.કે. જાડેજા, મહાવીરસિંહને બાતમી મળી હતી કે, ઉપરોક્ત ચોરીમાં સંડોવાયેલો શખ્સ દિગ્વિજય પ્લોટ-૪૯ પાસે આવ્યો છે. તે બાતમીના આધારે દોડી ગયેલી પોલીસ ટીમે ત્યાંથી વિનોદ ભૂરાભાઈ કંબોયા નામના શખ્સને દબોચી લીધો હતો.
સુભાષપરાની શેરી નં.રમાં રહેતા આ શખ્સના કબજામાંથી ચલણી સિક્કા તથા નોટ મળી રૂા.૩૫૦૦ની રોકડ મળી આવી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા આ શખ્સે ચોરીની કબૂલાત આપી મંદિરમાંથી ઉટાવેલી દાનપેટી પણ કાઢી આપી છે. પોલીસે મુદ્દામાલ ઝબ્બે લઈ વિનોદ કંબોયાની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial