Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ હર્ષદ સ્થિત મહાદેવ મંદિરમાં શિવલીંગ ઉઠાવી જવાના બનાવમાં શરૂ કરાઈ સઘન તપાસ

એસપીની સૂચનાથી એફએસએલ, ડોગ સ્કવોડ તપાસમાં જોતરાયાઃ

ખંભાળિયા તા.૨૬ : કલ્યાણપુરમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ સ્થિત ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલીંગ ઉપાડી જવાના બનાવ અંગે તપાસ માટે પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ બનાવના પગલે શિવભક્તોમાં રોષ પ્રજવળી રહ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ પાસે આવેલા પ્રાચીન શ્રી ભીડભંજન મહાદેવના મંદિરમાં થાળુ તથા શિવલીંગ ઉઠાવી જવાના બનાવ અંગે પોલીસવડા નિતેશ પાંડેએ ઘટનાસ્થળે રૂબરૂ જઈ તપાસ આદરી હતી.

ભીડભંજન મહાદેવ મંદિર સાતમી આઠમી સદીનું પ્રાચીન તથા અર્ધ નાગેશ્વર મૂર્તિના શ્રૃંગાર, પૂજાનો મહિમા પ્રચલિત છે તથા પૂજારી દ્વારા કોઈ દક્ષિણાના મોહ વગર ઈચ્છિત પૂજા કરાવાતી હોય. આ મંદિર ખૂબજ પ્રસિદ્ધ છે તથા આજે શિવરાત્રી હોય શિવ શ્રંૃગાર કરવા ગઈકાલે સવારે પૂજારી પહોંચતા પગથીયા ચડતા જ મંદિરના ખુલ્લા દરવાજા જોતા થાળુ અને શિવલીંગ ગાયબ જોવા મળ્યા હતા. તેમણે તુરંત જ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી હતી.

હિન્દુઓના આસ્થાના દેવ મહાદેવનો મોટો તહેવાર શિવરાત્રિના આગલા દિવસે જ આવો બનાવ બનતા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે બનાવના સ્થળે પહોંચી ગયા હતા. એલસીબી, એસઓજી, કલ્યાણપુર પોલીસ્તથા ડીવાયએસપી સાગર રાઠોડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મંદિરનંુ વજનદાર થાળુ દરિયાકાંઠા પાસે મળી આવતા ચુનંદા તરવૈયા તથા દ્વારકાના સ્પેશિયલ સ્કૂબા ડાઈવરોને બોલાવી મંદિર આસપાસ દરિયામાં શોધખોળ ચલાવી શિવલીંગ દરિયામાં નથી નાખી તે અંગે ટૂકડીઓ દ્વારા તપાસ હાથ ધરી હતી. તે ઉપરાંત ડોગ સ્કવોડ પણ દરિયા પાસે અટકી ગયા હતા ત્યાંથી વાહનમાં કોઈ અસામાજિક તત્ત્વો લઈ ગયાની સંભાવના પરથી સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ અને ડીવાયએસપીની સ્કવોડ દ્વારા જુદા જુદા સ્થળોની તપાસ અને મુલાકાત પણ હાથ ધરાઈ છે.

હર્ષદ વિસ્તારમાં અગાઉ પોલીસ તથા રેવન્યુ તંત્ર દ્વારા ડિમોલિશન થયું હોય તેનો ખાર રાખી કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા શિવરાત્રીના આગલા દિને આ કૃત્ય થયું છે કે કોઈ વ્યક્તિએ ઈરાદાપૂર્વક શિવરાત્રિ ના દિને રાત્રિના હિન્દુ તહેવાર પહેલાં આવું કૃત્ય કરીને શંકા કોઈ અન્યો પર જાય તેવું ગોઠવ્યું ન હોય? તે અંગે પણ પોલીસતંત્ર દ્વારા ઉંડી તપાસ પણ હાથ ધરવામાં આવી છે તો શિવરાત્રીના આગલા દિવસે પ્રસિદ્ધ શિવલીંગ ગુમ થયાની દ્વારકા જિલ્લાની આ ઘટનાથી છેક ગાંધીનગર સુધી તંત્ર દોડતું થયું છે. તો રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, હર્ષદ મંદિરના ખાસ ઉપાસક હોય તેમણે પણ આ બનાવથી દુખ વ્યક્ત કર્યું છે તથા તંત્રને તાકીદે તપાસ પગલાનો આદેશ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh