Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર પ્રહરની આરતીઃ ઘીની મહાપૂજાઃ વિશેષ દર્શનઃ શિવજીએ સજયા શણગારઃ
ખંભાળિયા તા. ૨૬: ખંભાળિયામાં આજે મહા શિવરાત્રિ હોય, સવારથી જ અહીંના પ્રસિદ્ધ શિવ મંદિરોમાં મહાદેવની પૂજા દર્શન કરવા તથા આરતી સાથે વિશેષ પૂજા દર્શન કરવા માટે ભાવિકો ઉમટી પડયા હતા.
ખંભાળિયામાં વહેલી સવારના ૬ વાગ્યાથી ભાવિકો ત્રાંબાના લોટા સાથે પિતાંબર ધોતી પહેરી શિવપૂજા માટે ઉમટયા હતા.
અહીંના પ્રસિદ્ધ શિવ મંદિરો ખંભાળિયાના ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ, પાળેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ, મહાદે વાડા વિસ્તાર તથા રામનાથ સોસાયટીમાં આવેલા મહાદેવના પ્રાચીન મંદિરો વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભાતેલના ભોળેશ્વર મહાદેવ, વડત્રામાં ધીંગેશ્વર મહાદેવ, સોડસલા નાગનાથ મહાદેવ, ભરાણામાં ધીંગેશ્વર મહાદેવ, દાત્રાણા દંતેશ્વર મહાદેવ, શકિતનગરમાં શીરેશ્વર મહાદેવ, કોટામાં કોટેશ્વર મહાદેવ, બજાણામાં કાશી વિશ્વનાથ મહાદેવ સહિતના શિવ મંદિરોમાં આજે સવારથી ભાવિકો લોટી ચડાવવા સાથે ભાંગનો પ્રસાદ લેવા તથા શ્રૃંગારના વિશિષ્ટ દર્શન કરવા ઉમટી પડયા છે.
ખામનાથ મહાદેવ વિશિષ્ટ દર્શન
ખંભાળિયાના ખામનાથ મહાદેવ વિશિષ્ટ મંદિર છે જે મંદિરમાં મુખ્ય ખામનાથ મહાદેવ ઉપરાંત આઠ શિવ મંદિરો આવેલા છે જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, ઝાડખંડી મહાદેવ, ભૂતનાથ મહાદેવ, કુબેર ભંડારી મહાદેવ સહિતના શિવ મંદિરો તથા કાળ ભૈરવ, ચંડ ભૈરવ તથા બટુક ભૈરવના મંદિરો ગાયત્રી માતાજી તથા પ્રાચીન ગણેશજીનું મંદિર તથા નજીકમાં જ ઝીલલીયા મહાદેવ, ગાયત્રી મંદિર તથા આશાપુરા માતાજીના મંદિરો છે.
મોટાભાગના શિવ મંદિરોમાં ચાર પ્રહર રાત્રિપૂજા
ખંભાળિયા શહેર તથા તાલુકાના મોટાભાગના પ્રસિદ્ધ મંદિરોમાં મહા શિવરાત્રિના રાત્રિાના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ચાર પ્રહરમાં રાત્રે આરતી તથા ૫ૂજા અર્ચન યોજાય છે તથા ભકતો, દહીં, ઘી, દૂધ, શેરડીનો રસ, નાળિયેર પાણી, બીલ્વપત્ર સહિતની ચીજો સાથે રાત્રિ ચાર પ્રહર પૂજામાં ઉમટે છે.
વડત્રા ધીંગેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય લોકડાયરો
ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે ધીંગેશ્વર મહાદેવના પ્રાચી મંદિરે પરંપરાગત રીતે મહા શિવરાત્રિના ઉત્સવની ઉજવણી કરવાની સાથે જ લોકડાયરાનું પણ આયોજન વડત્રા સમસ્ત ગ્રામજનો દ્વારા કરાયું છે જેમાં જાણીતા લોક સાહિત્યકાર દેવરાજ ગઢવી, ખીમાભાઈ લગારીયા, વજશીભાઈ ચાવડા. શિવ આરાધના કરશે તથા મહાપ્રસાદનું પણ આયોજન થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial