Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટેન્ડીંગ કમિટીમાં રૂા. ૧૪૧.૪૫ કરોડના વિકાસકામો મંજુરઃ ફાયનાન્સ બોર્ડને કરવા અંગે રૂા. ૭૨૭૭ લાખના ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર
જામનગર તા. ૨૬: જામનગર મહાનગર પાલિકાની ગઈકાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂપિયા ૧૪૧ કરોડ ૪૫ લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ તા. ૨૫-૦૨-૨૦૨૫ ના નિલેશ બી. કગથરાના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૦ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન.મોદી, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇ.ચા. આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ ઉપસ્થિત રહયા હતા.
હાપા માર્કેટીંગ યાર્ડમાં રોડ પર ટી.પી. સ્કીમ નં. ૧, એફ.પી. નં. ૬૧ માં શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂા. ૫૮.૦૪ લાખનો ખર્ચ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ (ઈન્ફ્રાસ્ટ્રકચર)ની ગ્રાન્ટ અંતર્ગત સુભાષબીજના હૈયાત ડીવાઈડરની રેલીંગને ડિમોલીશન કરી નવી ડિઝાઈન મુજબની રેલીંગ તથા ડીવાઈડરનું મોડીફીકેશન કરવાના કામ માટે રૂા. ૨૩.૬૪ લાખનું ખર્ચ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં.૧૧) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ/ સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. ૨૦૦ લાખ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત સિવિલ ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસ યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂા. ૨૦૦ લાખ, કેબલ ટી.વી./મનોરંજન કર/ વ્યવસાય વેરા ગ્રાંટ (સ્વભંડોળ) અન્વયે સિવિલ શાખા વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭) માં વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સી.સી. પેચવર્ક (સી.સી. ચરેડા) ના કામ માટે રૂા. ૧૯.૧૫ લાખ મંજુર, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ ની આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના કામ માટે રૂા. ૫ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ ૨૦૨૪-૨૫ ની આંતર માળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૯ થી ૧૬ માં ગાર્ડનના હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ અન્વયે રૂા. ૬ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭) માં સ્ટ્રેન્દ્રનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રીજ વર્કસના કામ માટે રૂા. ૫ લાખ નો ખર્ચ માન્ય રખાયો હતો.
જામનગર મહાનગર પાલિકાનું જુનું જનરલ બોર્ડ, હાઉસ ટેકસ અને ઓકટ્રોય ઓફીસ બિલ્ડીંગ સંપૂર્ણપણે ડિમોલીશન કરી તમામ મટીરીયલ્સ લઈ જવાના કામ અંગે કમિશનર ની રજુ થયેલ દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી આથી મહાનગર પાલિકાને રૂા. ૨.૧૦ લાખ ની આવક.થશે.
સિવિલ સેન્ટ્રલ ઝોન (વોર્ડ નં. ૫,૯,૧૩ અને ૧૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂા. ૩ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસ ના કામ માટે રૂ.૮ લાખ , ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગતના કામોની ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડને કરવા અંગે સૈધ્ધાંતિક મંજુરી અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂા. ૭૨૭૭ લાખના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં. ૧ થી ૮ માં ગાર્ડનના હેતુ માટે ટ્રેક્ટર ટ્રોલી વિથ લેબર સપ્લાય કરવા ના કામ માટે રૂા. ૬ લાખ, આંતરમાળખાકીય સુવિધાની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં. ૧૬, મહાવીરનગર પટેલનગર બહ્મસમાજ મેઈન રોડ સી.સી. રોડનું કામ, વોર્ડ નં. ૧૬, મંગલધામ મારૂ કંસારા મેઈન રોડમાં સી.સી. રોડનું કામ, વોર્ડ નં. ૧૯, સાધના કોલોની જલારામ મંદિરવાળો મેઈન રોડ (ગેઈટ નં. ૧) લાલપુર રોડથી પાછળના ડી.પી. રોડ સુધી જુનો સી.સી. રોડ કાઢી ફકત નવો સી.સી. રોડ બનાવવાનું કામ , વોર્ડ નં. ૧૬ માં સાધના કોલોની (ગેઈટ નં. ૩) બાપા સીતારામ મંદિરવાળા મેઈન રોડ વાયા સિદ્ધિ વિનાયક સોસાયટી મેઈન રોડથી પાછળના ડી.પી. રોડ સુધી સી.સી. રોડ કાઢી ફક્ત નવો સી.સી. રોડ બનાવવાનું કામ, વોર્ડ નં. ૧૯ માં મંગલદિપ ૧ અને મંગલદિપ ૨ વચ્ચેના મેઈન રોડમાં સી.સી. રોડના કામ માટે રૂા. ૮.૭૯ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં.૭) વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ /સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામ અંગે રૂા. ૧૦૦ લાખ , સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ) ના કામ માટે. રૂા. ૨.૫૦ લાખ, વોર્ડ નં. ૧૫ માં ગોકુલનગર સાંઢીયા પુલ પાસે આવેલ રે.સ. નં. ૧૩૧૭ પૈકી ની જામનગર મહાનગરપાલિકા ની જગ્યા ઉપર નવુ આધુનિક સગવડતા/સુવિધા સાથેનું પ્રાથમિક શાળાનું મકાન બનાવવાના કામ અંગે રૂા. ૫૦.૬૨૫ લાખ, સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨,૩ અને ૪) માં ટ્રાફિક આર.સી. અંતર્ગત 'સિટી બ્યુટીફીકેશન' અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. ૩૫.૨૦૩ લાખ , સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં ગાર્ડન આર.સી. અંતર્ગત 'સિટી બ્યુટીફીકેશન' અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. ૨૧.૯૧ લાખ, સિવિલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨) માં બિલ્ડીંગ આર.સી. અંતર્ગત 'સિટી બ્યુટીફીકેશન' અન્વયે રૂા. ૭.૭૦ લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યું હતું.
સિવિલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨) માં ગાર્ડન આર.સી. અંતર્ગત 'સિટી બ્યુટીફીકેશન' અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. ૧૯.૩૦ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં બિલ્ડીંગ આર.સી. અંતર્ગત *સિટી બ્યુટીફીકેશન* અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. ૭.૯૪ લાખ, સિવિલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦, ૧૧ અને ૧૨) માં ટ્રાફિક આર.સી. અંતર્ગત 'સિટી બ્યુટીફીકેશન' અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. ૨૦.૫૮ લાખ , સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮, ૧૫ અને ૧૬) માં ટ્રાફિક આર.સી. અંતર્ગત સિટી બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. ૩૭.૭૦ લાખ , સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭) માં ટ્રાફિક આર.સી. અંતર્ગત સિટી બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી માટે રૂા. ૨.૧૫ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭)માં ટ્રાફિક આર.સી. અંતર્ગત સિટી બ્યુટીફીકેશન અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. ૩.૫૦ લાખ , મંજુર સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧,૬ અને ૭)માં બિલ્ડીંગ આર.સી. અંતર્ગત સિટી બ્યુટીફીકેશન' અન્વયે કરવામાં આવેલ કામગીરી અંગે રૂા. ૫.૮૫ લાખ , સિવિલ ઇસ્ટ ઝોન (વોર્ડ નં. ૧૦,૧૧ અને ૧૨) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વર્કસના કામ માટે રૂ. રૂા. ૩ લાખ, ભૂગર્ભ ગટર શાખા હસ્તક શહેરના નોર્થ ઝોન (વોર્ડ નં. ૧, ૨, ૩, ૪) માં સમાવેશ થતા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર સંબંધી ફરિયાદોનો નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવર લાઈન વિગેરે સફાઈ કરવાના કામ અંગે વર્ષ ૨૦૨૪-૨૫ (ઓટોમ્બર-૨૦૨૪ સુધી) (કોમ્પ્રીહેન્સીવ) ના કામ માટે રૂા. ૧૯.૫૬ લાખ જામનગર શહેર સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫, ૧૬) હેઠળ સમાવિષ્ટ થતા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર સબંધિત ફરીયાદોનો નિકાલ કરવાનું કામ તેમજ જેટીંગ મશીન દ્વારા સીવર લાઈન વિગેરે સફાઈ કરવાનું કામ વર્ષ ૨૦૨૪-૨૫ (ઓકટોમ્બર ૨૦૨૪ સુધી) (કોમ્પ્રીહેન્સીવ) અન્વયે રૂ. ૧૮.૬૫ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર શહેરના વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૬, ૭, ૮) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભૂગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂા. ૧૫ લાખ , શહેર ના સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૫, ૧૬) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભુગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂા. ૧૩ લાખ , શહેરના ઈસ્ટ ઝોન (વોર્ડ નં. ૯, ૧૦, ૧૧, ૧૨) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભુગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે ૧૩ લાખ , શહેરના નોર્થ ઝોન (વોર્ડ નં. ૧, ૨, ૩, ૪ અને ૫) હેઠળ સમાવિષ્ટ તથા વિસ્તારોમાં શહેરી હૈયાત અને કાર્યરત હોય તેવા ભુગર્ભ ગટરના નેટવર્કના મજબુતીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામ અંગે રૂા. ૧૬ લાખ , સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શ્વાનો માટે ખસીકરણ તથા ઈમ્યુનાઈઝેશન બિલ્ડીંગ બનાવવાના કામ અંગે કમિશનર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂા. ૬૬૮.૬૭ લાખ , સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના કેટલ પોન્ડના સિવિલ વર્ક, સ્ટ્રકચરલ વર્કનું કામ અંગે કામ અંગે રૂા. ૯૫૬.૬૬ લાખ , પ્રાઈવેટ સોસાયટી સ્કીમ હેઠળ સફાઈ કામદારો અંગે ખર્ચ માટે રૂા. ૦.૬૦ લાખ, સમર્પણ અને પંપ હાઉસ હેઠળ આવતા વિસ્તારોમાં વોટર ટેન્કર મારફત પાણી વિતરણ કરવાના કામનો રેઈટ કોન્ટ્રાકટ અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રી ટેન્ડર કરવા નો નિર્ણય કરવામાં આવ્યો હતો. સિટી વિસ્તાર તથા હેડવર્કસ ઉપર સ્પેશીયલ પ્રકારના કામ માટે એમ. એસ. સપ્લાય કરવાના કામ માટે રૂ. ૯.૩૨ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
પ્રોવાઈડીંગ, સપ્લાઈંગ, લોવરીંગ, લેઈગ ટેસ્ટીંગ એન્ડ કમિશનીંગ ઓફ ૯૦૦ એમ.એમ. ડાયા ૪૨.૫૧ કી.મી. ડી.આઈ. પાઈપ લાઈન કે ૯ ફ્રોમ ઉડ - ૧ ડેમ ટુ મેઈન પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટના કામ માટે ખેડૂતોને વળતર ચુકવવા અંગે રૂ. ૪૨.૧૮ લાખ , વોટર વર્કસ શાખા હસ્તકના નવાગામ ઘેડ ઝોનમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./ બીક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે રૂ . ૪.૯૫ લાખ, નવી ભળતી સોસાયટીઓમાં સ્ટ્રીટ લાઈટ મેઇન્ટેનન્સ માટે યોગ્ય પોલિસી નકકી કરવા બાબતે કમિશનર ની રજુ થયેલ દરખાસ્ત દરખાસ્ત ની વિગતે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.
આશાપુરા હોટેલ-જુના જકાતનાકા થઈ બાયપાસને જોડતા ૩૦ મીટર પહોળા ડી.પી. રોડનું અમલીકરણ કરવાનું મંજુર કરાયું હતું. બેઝીક ઇન્સ્ટ્રુમેન્ટ ગ્લાસવેર, કેમીકલ, પરચુરણ વસ્તુઓ, લેબ ફર્નિચર અને ફુડ લેબોરેટરી માટે મેનપાવરના કામ અંગે રૂા. ૧૮૦ લાખ , આઉટડોર ડયુટી સબબ કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓને કન્વેયન્સ એલાઉન્સ ચુકવવા અંગે ની દરખાસ્ત ની મંજુર કરવામાં આવી હતી. વેટરનરી ડોકટર તરીકે ફરજ બજાવતા કન્ટ્રોકટ બેઈઝ કર્મચારીની મુદ્દત વધારવા અંગે કમિશનરની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી
જામનગર શહેરના લાલપુર બાયપાસ જંકશન પર ફલાયઓવર બ્રીજ બનાવવાના કામ માટે રૂા. ૪૦૧૯ લાખ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વ્હોરા હજીરા પાસે રંગમતી નદી પર રીવર બ્રીજ, ચેક ડેમ તથા રિટેઈનીંગ વોલ બનાવવા ન કામ માટે રૂ . ૩૧.૦૭ લાખ ના ખર્ચ ને મંજુર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં શ્રી શક્તિ મહિલા મંડળ ને આગામી તા. ૦૧-૦૩-૨૦૨૫ ના ટાઉનહોલ જે તે કેટેગરીમાં મંજુર થયેલ ભાવો અનુસાર આપવાનું મંજુર કરવા આવ્યું હતું. આને ડિપોઝીટમાંથી મુકિત આપવાનો નિર્ણય લેવાયો હતો.
આમ મંગળવારની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવિધ વિકાસ કામો માટે કુલ રૂા. ૧૪૧ કરોડ ૪૫ લાખના ખર્ચને મંજૂર કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial