Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વના ધનકુબેરોને અમેરિકામાં વસાવવા ગોલ્ડકાર્ડની યોજના પ્રસ્તુતઃ ઈબી-ફાઈવ વિઝાનો વિકલ્પ
વોશિંગ્ટન તા. ૨૬: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૫ મિલિયન ડોલર લઈ દુનિયાભરના શ્રીમંતોને અમેરિકામાં વસાવવાની યોજના જાહેર કરી છે. તેમણે ગોલ્ડ કાર્ડની યોજના રજુ કરી છે, જે ગ્રીન કાર્ડ જેવું જ હશે અને ઈબી-૫ વિઝાનું સ્થાન લેશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોકાણકારોને આકર્ષવા માટે એક યોજના બનાવી છે. આ યોજના હેઠળ, લોકોને ૫ મિલિયન ડોલરમાં ગોલ્ડ કાર્ડ વિઝા આપવામાં આવશે. આ ગોલ્ડ કાર્ડ અમેરિકાના ૩૫ વર્ષ જૂના રોકાણકાર વિઝાનું સ્થાન લેશે.
ઓવલ ઓફિસમાં આ જાહેરાત કરતા ટ્રમ્પે કહયું કે 'જે લોકો આ રીતે નાગરિકતા મેળવે છે તેઓ ધનવાન અને સફળ થશે.' તેઓ અહીં ઘણા પૈસા ખર્ચ કરશે અને કર ચૂકવશે. આ ઉપરાંત તેઓ લોકોને રોજગાર પણ આપશે. અમને લાગે છે કે આ યોજના અત્યંત સફળ થશે.
આ સમયે આખી દુનિયાની નજર અમેરિકા પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહયા છે. ટ્રમ્પ સરકાર ટૂંક સમયમાં ગોલ્ડ કાર્ડ યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના ગ્રીન કાર્ડ જેવી જ હશે પરંતુ તે વધારાના લાભો પણ પ્રદાન કરશે. આનાથી અમેરિકન નાગરિકતા મેળવવાનો માર્ગ પણ ખુલશે.
ઓવલ ઓફિસમાં પત્રકારોને સંબોધતા ટ્રમ્પે કહયું કે અમે ટૂંક સમયમાં ગોલ્ડ કાર્ડ વેચવા જઈ રહયા છીએ. આ ગ્રીન કાર્ડની જેમ જ ગોલ્ડ કાર્ડ હશે. તેની કિંમત પાંચ મિલિયન ડોલર થશે. આ કાર્ડ દ્વારા, તમને ગ્રીન કાર્ડ જેવા જ લાભો મળશે પરંતુ કેટલાક વધારાના લાભો પણ મળશે. આ યોજના આગામી બે અઠવાડિયામાં શરૂ થવા જઈ રહી છે અને તેને સંસદની મંજૂરીની પણ જરૂર નથી. આ દરમિયાન, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું રશિયાના ધનિક અબજોપતિઓ પણ આ ગોલ્ડ કાર્ડ દ્વારા અમેરિકન નાગરિકતા મેળવી શકે છે? તો આ અંગે ટ્રમ્પે કદાચ કહયું. હું કેટલાક રશિયન અબજોપતિઓને ઓળખું છું જે ખૂબ જ સારા છે. મને લાગે છે કે તેને ગોલ્ડ કાર્ડ મળી શકે છે.
ટ્રમ્પે કહૃાું કે આ તેમને ધનવાન અને સફળ બનાવશે. પરંતુ તેમને ઘણા પૈસા ખર્ચવા પડશે અને ઘણા બધા કર પણ ચૂકવવા પડશે. આ યોજના ખૂબ જ સફળ થશે
ટ્રમ્પનું આ નવું ગોલ્ડ કાર્ડ પાંચ મિલિયન ડોલર એટલે કે ૫૦ લાખ ડોલરમાં મેળવી શકાય છે. આ રકમ ભારતીય રૂપિયામાં લગભગ ૪૪ કરોડ રૂપિયા થાય છે.
ટ્રમ્પ વહીવટીતંત્રમાં વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે ગોલ્ડ કાર્ડ ખરેખર એક પ્રકારનું ગ્રીન કાર્ડ હશે. ટ્રમ્પની આ નવી 'ગોલ્ડ કાર્ડ' યોજના હાલની ઈમ્૫ યોજનાનું સ્થાન લેશે. આ દ્વારા, વિદેશી રોકાણકારો અમેરિકન વ્યવસાયોમાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવી શકશે.
તેમણે કહયું કે 'ગોલ્ડ કાર્ડ'થી મળેલા પૈસા સીધા સરકારને જઈ શકે છે. અમે ઈમ્૫ કાર્યક્રમનો અંત લાવીશું. અમે તેને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડથી બદલીશું. આ ગોલ્ડ કાર્ડ પાંચ મિલિયન ડોલર ચૂકવીને મેળવવામાં આવે છે. 'ગોલ્ડ કાર્ડ' બે અઠવાડિયામાં પરંપરાગત ઈમ્૫ વિઝાનું સ્થાન લેશે. ઈમ્૫ વિઝા વિદેશી રોકાણ આકર્ષવા માટે રજૂ કરવામાં આવ્યો હતો અને ૧૯૯૦ માં કોંગ્રેસ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. ઈબી-૫ વિઝા એવા લોકો માટે છે જેઓ યુએસ કંપનીમાં લગભગ ૧ મિલિયનનું રોકાણ કરે છે અને ઓછામાં ઓછા ૧૦ લોકોને રોજગાર આપે છે. લુટનિકે જણાવ્યું હતું કે ગોલ્ડ કાર્ડ - જે મૂળભૂત રીતે ગ્રીન કાર્ડ અથવા કાયમી કાનૂની રહેઠાણ પ્રમાણપત્ર હશે - તે ગ્રીન કાર્ડ હશે. ગોલ્ડ કાર્ડની ખાસિયત એ હશે કે તેમાં છેતરપિંડી કરવી શક્ય બનશે નહીં. ટ્રમ્પ સરકાર લાખો ગોલ્ડ કાર્ડ વેચવાની યોજના ધરાવે છે. યુએસ કોંગ્રેસ દેશમાં નાગરિકતા માટેની યોગ્યતા નક્કી કરે છે, પરંતુ ટ્રમ્પે કહૃાું કે ગોલ્ડ કાર્ડ માટે કોંગ્રેસની મંજૂરીની જરૂર રહેશે નહીં.
એલોન મસ્કની માલિકીની સેટેલાઇટ કંપનીને એર ટ્રાફિક કોમ્યુનિકેશન સિસ્ટમ્સને ઠીક કરવા માટે ફેડરલ કોન્ટ્રાક્ટ મળી શકે છે. લગભગ ૨ બિલિયનનો આ કોન્ટ્રાક્ટ હાલમાં વેરાઇઝન કંપની પાસે છે, પરંતુ હવે તે મસ્કની કંપની સ્ટારલિંકને આપી શકાય છે. મસ્કે જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલર્સ દ્વારા ઉપયોગમાં લેવાતું નેટવર્ક જૂનું થઈ રહૃાું છે અને તેને આધુનિક બનાવવા માટે કડક અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. ''વેરાઇઝન સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે અને હવાઈ મુસાફરોને ગંભીર જોખમમાં મૂકી રહી છે,'' મસ્કે સોમવારે એકસ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial