Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિહારમાં ભાજ૫ના કદાવર નેતાનું મંત્રીપદેથી રાજીનામું
પટણા તા. ર૬: નીતિશકુમાર મંત્રી મંડળના વિસ્તરણની તૈયારીના ભાગરૂપે બિહાર સરકારના એક મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે.
બિહાર સરકારના મંત્રી દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપવાની પુષ્ટી કરી છે અને કહ્યુ છે કે હું રાજીનામું આપી રહ્યો છું. તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપવા પાછળ ભાજપમાં એક વ્યકિત, એક પદના સિદ્ધાંતને કારણભૂત ગણાવ્યો અને મંત્રીમંડળ વિસ્તરણના પ્રશ્નને ટાળ્યો.
બીજી તરફ નીતિશકુમાર મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી છે. અને જે નવા મંત્રીઓનો સમાવેશ થવાનો છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ મંત્રીમંડળ વિસ્તરણમાં, કૃષ્ણકુમાર મન્ટુ સાથે, વિજય મંડલ, રાજુસિંહ, સંજય સરાવગી, જીવેશ મિશ્રા અને મોતીલાલ મંત્રી તરીકે શપથ લેશે.
કેબિનેટ વિસ્તરણમાં કુલ ૭ મંત્રીઓ પદ અને ગુપ્તતાના શપથ લઈ શકે તેવી સૂત્રો માહિતી મળી છે. જેમાં બીજેપીના ૬ સહિત કુલ ૭ નવા મંત્રીઓ સામેલ થશે. જેડીયુમાંથી એક મંત્રી હશે. તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
બિહાર કેબિનેટ સચિવ એસ સિદ્ધાર્થ રાજભવન પહોંચ્યા છે. કેબિનેટ સચિવ મંત્રી તરીકે શપથ લેનારાઓના નામોની યાદી સાથે રાજભવન પહોંચ્યા છે. આ યાદીમાં કુલ સાત મંત્રીઓના નામ હોવાનું બહાર આવ્યું છે. કેબિનેટ સચિવ એસ સિદ્ધાર્થ રાજ્યપાલને સંભવિત મંત્રીઓની યાદી સોંપશે.
સુત્રોની જણાવ્યા મુજબ એવી શકયતા પણ છે કે ચૂંટણી વર્ષના આ પહેલા કેબિનેટ વિસ્તરણમાં જેડીયુ કવોટામાંથી કોઈ મંત્રી બનાવવામાં આવશે નહીં. મંત્રી મંડળ વિસ્તરણ અંગે, બિહાર સરકારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા અને સીએમ નીતિશકુમારને મળ્યા. સમ્રાટ ચૌધરીના નિવાસ સ્થાને આ અંગે ભાજપના નેતાઓની બેઠક પણ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial