Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂનાગઢ આરટીઓએ ધગધગતો રિપોર્ટ આપ્યા પછી
જામનગર તા. ર૬: આર.ટી.ઓ.ની સિસ્ટમ સાથે ચેડા કરવાનું પ્રકરણ હાલ ગાજી રહ્યું છે, જ્યારે જામનગરના વાહન ડીલર સહિત ત્રણ વાહન ડીલરના લાયસન્સ પંદર દિવસ માટે બંધ કરવામાં આવ્યા છે.
આર.ટી.ઓ.ની સિસ્ટમ સાથે છેડછાડ કરીને ચોઈસ નંબર મેળવવાના કૌભાંડનો જૂનાગઢ આર.ટી.ઓ. કચેરીએ પર્દાફાશ કર્યો હતો.
આ સમગ્ર મામલે તપાસ કરીને રિપોર્ટ વડી કચેરીએ મોકલાયો હતો. તેના આધારે ગાંધીનગરથી આ ટ્રેડ સર્ટીફિકેટ ધરાવતા રાજકોટ, અમરેલી અને જામનગરના ડીલરના લાયસન્સ પંદર દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં.
અમરેલીના ૩ વ્હીલર્સ ડીલર મનહર ઓટો મોબાઈલ દ્વારા વર્ષ ર૦ર૪ માં ૧૯૦ જેટલા વાહન વેંચ્યા હતાં. તેમાંથી ૧૭૮ વાહનમાં વાહન માલિકના બદલે સ્ટાફના જ નંબર લખાવવામાં આવ્યા હતાં. આથી વાહનમાલિકને મળતી તમામ સુવિધા જેવી કે ચલાણ, પોસ્ટ ટ્રાન્ઝેક્શન, બાઈક સર્વિસ બધી જ ડીલરને મળે અને આ માટે ઓટીપી ફક્ત સ્ટાફને જ જતા તેની આર.ટી.ઓ. આ બન્ને તપાસ શરૂ કરી હતી. જેના આધારે તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
જ્યારે રાજકોટના પરફેક્ટ ઓટો સર્વિસ અને જામનગરની અતુલ ઓટોમેટીવ દ્વારા ચોઈસ નંબર મેળવવા માટે અન્ય જિલ્લાની આર.ટી.ઓ. કચેરીમાં અરજી કરવામાં આવતી હતી.
પરંતુ જૂનાગઢ આર.ટી.ઓ કચેરીમાં ચોઈસ નંબરની હરાજી થતા તે જ અરજી સિસ્ટમમાં રહેલ લો ફૂલનો લાભ લઈ અરજદારના આધાર કાર્ડમાં છેડછાડ કરવામાં આવતી હોવાનું જણાયું હતું, અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ પણ ખોટા દર્શાવાયા હોવાનું સામે આવ્યું હતું.
જૂનાગઢ આરટીઓ કચેરીએ ધગધગતો રિપોર્ટ ગાંધીનગર વડી કચેરીમાં મોકલવામાં આવ્યો હતો જેના આધારે અમરેલી, જામનગર અને રાજકોટ ડીલરના લાયસન્સ ૧પ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial