Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેક્ટરે વરણાગીનું પૂજન કરી ધન્યતા વ્યક્ત કરી
ખંભાળીયા તા. ર૬: મહાશિવરાત્રિ પર્વે ખંભાળીયામાં રંગ મહેલ શાળા પાસેથી શિવ વરણાગીના પ્રસ્થાનમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં.
ખંભાળીયામાં ૫૦૦ થી વધુ વર્ષ જુના ખામનાથ મહાદેવની શિવ વરણાગી શિવ શોભાયાત્રા ૧૫૦ વર્ષોથી નીકળે છે. આજે અહીં રંગમહેલ શાળા પાસે આ શિવ વરણાગીનું પ્રસ્થાન થતા પહેલા યોજાયેલ પૂજામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં.
શિવ પાર્વતી અને ગણેશજીની ખૂબ જ પ્રાચીન ચાંદીની ભવ્ય પ્રતિમા તથા ચાંદીની પાલખી તથા ચાંદીના ઝંડા સાથે છડીરાસ સાથે બેંડવાજા સાથે નીકળતી આ શિવ વરણાગીની પૂજામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતાં. ખૂબ જ વજનદાર પાલખી અને ચાંદીની પ્રતિમાને બ્રાહ્મણો ઉઘાડા પગે તથા પિતાંબરી કે ધોતી પહેરીને જ ઉપાડી શકે છે. તથા અહીંથી સમગ્ર શહેરમાં ફરીને ખામનાથ મહાદેવ જાય છે.
તાજેતરમાં ખંભાળીયા નિમણૂક પામેલ દ્વારકા જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાએ ખામનાથ મહાદેવના મંદિરે પૂજા-દર્શન કરીને શિવ વરણાગીની રંગમહેલ શાળા પાસે ૫ૂજા-અર્ચના કરી બિલ્વપત્રો ચડાવ્યા હતાં. જેમની સાથે ખામનાથ મહાદેવના ટ્રસ્ટી અમિતભાઈ વ્યાસ, પ્રતિકભાઈ જોશી, આગેવાનો હિતેન્દ્રભાઈ આચાર્ય, કૌશલભાઈ સવજાણી, ધ્રુવભાઈ, ભરતભાઈ શાસ્ત્રી, મનુભાઈ તન્ના, અશ્વિનભાઈ વ્યાસ, ફાલ્ગુનીબેન વ્યાસ તથા ભૂદેવો મોટી સંખ્યામાં જોડાયા હતાં તથા હરહર મહાદેવનો નાદ ગૂંજ્યો હતો.
જિલ્લા કલેક્ટર આર.એમ. તન્ના દ્વારા ખંભાળીયા તથા દ્વારકા જિલ્લામાં પ્રાચીન શિવ મંદિરો તેમજ શિવરાત્રિના તહેવારનું મહત્ત્વ જણાવી શિવરાત્રિના શિવ વરણાગી પૂજનથી ધન્ય થયાનું જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial