Advertisement
Author: નોબત સમાચાર

નગરના વેપારી પાસે એક કરોડની ખંડણીની માગણીના પ્રકરણમાં પોલીસ દ્વારા સઘન તપાસ

અરજદારને બોલાવવા છતાં હાજર થતો નથીઃ એસપી

જામનગર તા.૨૬ : જામનગરના એક આસામીએ ગઈ તા.૧૮ના દિવસે ત્રણ શખ્સે બાયપાસ પાસેની એક હોટલ પરથી તેમનું અપહરણ કરી મુંબઈ લઈ જવાયા પછી બે કટકામાં રૂા.૧૦ લાખ પડાવી લઈ વધુ રૂા.૯૦ લાખની માગણી કરાતી હોવાનો વીડિયો બનાવી પોલીસ તેમજ સરકારનો સહયોગ માંગ્યો છે. આ પ્રકરણમાં એસપી સમક્ષ થયેલી અરજીની સઘન તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે.

જામનગરના બાયપાસ પાસે આવેલી એક હોટલમાં ગઈ તા.૧૮ની સાંજે જીજ્ઞેશ ભાઈ મનસુખભાઈ આરંભડીયા નામના વેપારી પોતાના વ્યાપારના કામસર ગયા હતા ત્યારે તે હોટલમાં ધસી આવેલા વિશાલ માડમ, ભુરાભાઈ તથા ખાનભાઈ નામના ત્રણ શખ્સે છરી બતાવી તેઓને મોટર સાથે ઉપાડી લીધા હતા. તે પછી રૂા.૧ કરોડની તેઓની પાસે ખંડણી માંગી ગભરાયેલા જીજ્ઞેશભાઈને મુંબઈ તેમની મોટરમાં જ અન્ય વ્યક્તિ સાથે મોકલાવી ત્રણ દિવસ સુધી ગોંધી રાખવામાં આવ્યા પછી બે વખત રૂા.પ-પ લાખ પડાવી લેવાયાની અરજી જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સમક્ષ કરવામાં આવી છે.

આ બાબતની કેફિયત આપતો વીડિયો જીજ્ઞેશભાઈએ બનાવી વાયરલ કર્યાે છે. જેમાં તેઓએ ઉપરોક્ત આક્ષેપો કર્યા છે. જામનગરમાં અગાઉ નકલી ચલણી નોટ તેમજ રાજકોટના બહુચર્ચિત ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં આરોપી તરીકે જેનું નામ ખૂલ્યું હતું તે વિશાલ વલ્લભભાઈ માડમ તથા તેના બે સાગરિતો જ્યારે બાયપાસ નજીકની હોટલમાં જીજ્ઞેશભાઈ ને ઉઠાવી જવા માટે આવ્યા ત્યારના સીસીટીવી ફૂટેજ પણ હોવાનું જીજ્ઞેશભાઈએ વીડિયોમાં જણાવ્યું છે અને ઉમેર્યંુ છે કે, તેઓ મુંબઈ પહોંચ્યા પછી રૂા.૧૦ લાખ આપી ચૂક્યા હતા અને તે દરમિયાન તેની સાથે આવેલા વ્યક્તિઓને થાપ આપી તેઓ કોઈ રીતે નાસી છૂટ્યા છે.

ઉપરોક્ત અરજીના મામલે તાત્કાલિક તપાસ માટે એસપીએ સૂચના આપી હતી અને ફરિયાદી જીજ્ઞેશભાઈને પોલીસ સમક્ષ આવી જવા માટે ઈજન અપાયું હતું. તેમ છતાં જીજ્ઞેશભાઈ પોલીસ સમક્ષ હજુ સુધી આવ્યા નથી તેમ આજે જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ 'નોબત' સાથેની વાતચીતમાં જણાવ્યું છે એસપીએ જણાવ્યું છે કે, આ વ્યક્તિને ફરિયાદ માટે આવી જવા કહેવાયા છતાં તેઓ આવતા નથી અને ગોળ ગોળ વાતો કરી રહ્યો છે અને આ બનાવ પાછળ ક્યુ કારણ છે? તે પણ પોલીસ સમક્ષ સ્પષ્ટ કરતો નથી તેમ છતાં પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh