Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મે કૈસે હોલી ખેલૂંગી સાવરિયા કે સંગ....
જામનગર તા. ૨૬: જામનગરમાં શ્રી હિરજી વલ્લભદાસ લોહાણા કન્યા છાત્રાલય રવિવારની સાંજે વ્રજ બન્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓના સાથ અને સહકારથી અને બારાડી વૈષ્ણવ ગ્રુપ દ્વારા રઘુવંશી સમાજના કર્મઠ સેવક નિલેશભાઈ કાનાણીના માગદર્શન હેઠળ ફૂલફાગ હોલી રસિયાનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી હવેલીના પૂ.પા.૧૦૮ ગો.શ્રી વલ્લભરાયજીના લાલન પૂ.પા.પ્રેમાદ્રરાય મહોદય પધાર્યા હતા અને રસિયા પદનું ગાન કર્યુ હતું.
જામનગરમાં ૪૦ વર્ષથી પુષ્ટિ કીર્તન, વધાઈ પદ, રાસની પ્રસ્તુતિ કરી રહેલશ્રી નાથજી કીર્તન મંડળના સંચાલક ભરત કાનાબાર અને ભગવાનજીભાઈ સાવલિયા દ્વારા સમગ્ર સંગીત વૃંદના સંગાથે ધમાકેદાર રસિયા પદની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ ઉત્સવ દરમિયાન કન્યા છાત્રાલયની દીકરીઓ તેમજ ઉપસ્થિત અતિથિઓ દ્વારા ખૂબજ પ્રસન્નતા વ્યક્ત કરવામાં આવી. આ પ્રસંગે પૂ.પા.પ્રેમાદરાય મહોદય, જામનગર લોહાણા મહિલા મંડળ પ્રમુખ જયોતિબેન માધવાણી, જલીયાણ મહિલા મંડળના પ્રમુખ રક્ષાબેન દાવડા, વીરદાદા જશરાજ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ કાનાબાર, ડો. ઉમેશભાઇ મશરૂ, લાંબા લોહાણા મહાજનના પ્રમુખ હરૂભાઈ બથીયા, અગ્રણી બિલ્ડર નિલેશભાઈ દતાણી, હેલ્થ ઓફિસર નિરજભાઈ મોદી, નરસીભાઈ સામાણી, સુભાષભાઈ દતાણી, અનિલભાઈ કાનાણી, સતિશભાઈ દાવડા વિગેરે આગેવાનોનું સંસ્થા વતી નિલેશભાઈ કાનાણી. તથા ગૃહમાતા સપનાબેન ગોકાણી. સહ ગૃહમાતા ગીતાબેને સ્વાગત સન્માન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial