Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલીક નગરપાલિકાઓના સ્થાને ૯ નવી મહાનગરપાલિકા પણ બનશેઃ રાજ્યમાં હવે કુલ ૩૪ જિલ્લા થયા
ગાંધીનગર તા. ૧: ગુજરાત સરકારે નવી નવ મહાનગરપાલિકાઓ ઉપરાંત એક નવા જિલ્લાની્ર રચનાને પણ મંજુરીની મહોર લાગી ગઈ હોવાનું જાણવા મળે છે. અહેવાલો મુજબ નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે.
ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હાલ ૩૩ જિલ્લાઓ છે જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજુરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત પાલિકાને નવી ૯ મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે, તેવા અહેવાલો છે.
અહેવાલો મુજબ નવા વર્ષે બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકા છે, જેમાંથી હવે ૮ તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, થરાદને જિલ્લો બનાવવાની માગ પ્રબળ હતી. બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકાઓની સરખામણીએ થરાદ, વાવ, સુઈગામ, ભાભર, દિયોદર અને લાખણી એમ તાલુકાનો જિલ્લો થરાદને બનાવાથી ચર્ચાઓ ઘણાં સમયથી ચાલી રહી હતી.
ગત્ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજ્યના સીમાંકનમાં ફેરફાર થતા ઘણાં નવા તાલુકાઓ અને જિલ્લાઓ નવા બન્યા હતાં, ત્યારે બનાસકાંઠાના ત્રીજા નંબરના શહેર થરાદને જિલ્લો બનાવવામાં આવશે તેવી લાગણી પ્રબળ બની હતી. આ તમામ ચર્ચાઓનો આજે અંત આવ્યો છે.
થરાદ તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા થરાદને જિલ્લો બનાવવાની લેખિત રજૂઆત કરી હતી. આથી મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જિલ્લા કલેક્ટર મારફત થરાદના નાયબ કલેક્ટર પાસે થરાદને જિલ્લો બનાવવા અંગેનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો.
આથી થરાદના નાયબ કલેક્ટર શિવાજી એસ. તબિયારે થરાદને જિલ્લો ભૌગોલિક, વિકાસ અને સામાજિક દૃષ્ટિએ કઈ રીતે યોગ્ય છે તે અંગેની ઝીણવટભરી માહિતી સાથેનો હકારાત્મક રિપોર્ટ સરકારને મોકલાવ્યો હતો.
જો કે, તે પછી દિયોદર અને થરાદમાંથી જિલ્લો કોને જાહેર કરવો એની અસમંજસ સરકારમાં હતી. આમ તમામ ચર્ચાઓ વચ્ચે આજે થરાદને જિલ્લો બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
થરાદનું અંતર પાલનપુરથી ૮૦ કિલોમીટર દૂર છે, જેને જિલ્લો જાહેર કરાતા વહીવટી કામોમાં સરળતા રહેશે અને વિકાસ કામગીરીને વેગ મળશે. થરાદમાં મોટાભાગની તમામ કચેરીઓ આવેલી છે. થરાદમાં મોટાભાગના તમામ વિભાગોની મહત્ત્વની કચેરીઓ જેવી કે કૃષિયુનિ, સરકારી અને ખાનગી કોલેજ, સરકારી આદર્શ નિવાસી શાળા, સરકારી કન્યા છાત્રાલય, આઈટીઆઈ, ડીવાયએસપી કચેરી, આરએફઓ (નોર્મલ તથા વિસ્તરણ), પીડબલ્યુડી (પંચાયત અને સ્ટેટ), નેશનલ હાઈ-વે, પેટાતિજોરી, નર્મદાનહેર (ત્રણ તાલુકાની) તથા સબ, જનરલ હોસ્પિટલ પણ આવેલી છે.
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીએ જણાવ્યું કે, નવો જિલ્લો બનાવવો એ સરકારની નીતિવિષયક બાબત છે. સરકાર નિર્ણય કરે તો પછી નવા જિલ્લાનો વિસ્તાર, વસતિ, ગામડા, નક્શાનું ડિમારકેશન સહિતના ચેકલિસ્ટની દરખાસ્ત કરવામાં આવે છે, જે પછી સરકાર દ્વારા આગળની પ્રોસેસ હાથ ધરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial