Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય રિઝર્વ બેંક દ્વારા લિમિટ વધારાતા
મુંબઈ તા. ૧: આજથી યુપીઆઈને લગતા આરબીઆઈએ કરેલા ફેરફાર પછી હવે યુઝર્સ યુપીઆઈ દ્વારા પણ રૂ. દસ હજાર સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે.
નવા વર્ષે કેટલાક નિયમોમાં આજથી ફેરફારો થયા છે, તેમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ નિયમ યુપીઆઈને લઈને છે. જેની અસર યુપીઆઈનો ઉપયોગ કરનારા પર પડશે. આરબીઆઈએ યુપીઆઈની ટ્રાન્ઝેક્શન લિમિટ બદલવાનો નિર્ણય લીધો હતો, જેને ધ્યાનમાં રાખીને ૧ર૩-પે ની યુપીઆઈ લિમિટ બમણી કરવામાં આવી રહી છે.
ભારતીય રિઝર્વ બેંકના આ નિર્ણય પછી હવે યુઝર્સ યુપીઆઈ ૧ર૩પેનો ઉપયોગ કરીને ૧૦,૦૦૦ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી શકશે, જો કે આ પહેલા ટ્રાન્ઝેક્શનની લિમિટ માત્ર પ૦૦૦ રૂપિયા હતી. યુપીઆઈ ૧ર૩ પે સર્વિસના નવા નિયમો ૧જાન્યુઆરી ર૦રપ થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે યુપીઆઈ ૧ર૩ પે એક એવી સુવિધા છે જેના હેઠળ તમે ઈન્ટરનેટ વિના પણ યુપીઆઈ દ્વારા ચૂકવણી કરી શકો છો.
હાલમાં ભારતમાં ૪ કરોડ ફીચર ફોન યુઝર્સ છે. આવી સ્થિતિમાં આ યુઝર્સને મોટી સુવિધા મળવા જઈ રહી છે. યુપીઆઈ વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો કરવા અને વધેન વધુ લોકોને ડિજિટલ વ્યવહારો સાથે જોડવા માટે. યુપીઆઈ ૧ર૩ પે સુવિધા માર્ચ ર૦રર માં શરૂ કરવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે યુપીઆઈ ચૂકવણી ભારતના નાના શહેરો અને ગવામડાઓમાં ઝડપથી ફેલાઈ રહી છે. આવી સ્થિતિમાં આરબીઆઈ એ યુપીઆઈ પેમેન્ટની મર્યાદા બમણી કરી દીધી છે, જ્યારે હવે તો શ્રીલંકા સહિત અન્ય ઘણાં દેશોમાં યુપીઆઈ શરૂ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial