Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોર્ન વગાડવા મામલે થયેલી તકરાર હિંસક અથડામણમાં બદલી ગઈઃ બે જુથ સામસામે આવી જતા મામલો બીચક્યો
મુંબઈ તા. ૧: નવા વર્ષની ઉજવણી વચ્ચે મહારાષ્ટ્રમાં બબાલ ેથઈ છે, અને જલગાવમાં બે જુથ વચ્ચે પથ્થરમારો થયો છે. વાહનોને આગચંપી થઈ છે, વાહનો તથા ૧ર થી ૧પ દુકાનો સળગાઈ છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે, અને ૧૦ ની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
મહારાષ્ટ્રમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે ભારે બબાલ શરૂ થઈ છે. અહીંના જલગાવમાં હોર્ન વગાડવા મુદ્દે બે જુથો વચ્ચે હિંસક અથડામણ થઈ છે. બન્ને જુથોએ સામસામે પથ્થરમારો કરી અનેક વાહનોને આગ ચાંપી દીધી છે. અહીં ૧ર થી ૧પ દુકાનો સળગાવી દેવાઈ છે.
મળતા અહેવાલો મુજબ શિવસેનાના એક નેતાનો પરિવાર ૩૧ ડિસેમ્બરની રાત્રે એક કારમાં જલગાવના પલાઢી ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન કારના ડ્રાઈવરે હોર્ન વગડતા કેટલાક યુવકો ગુસ્સે થયા અને ડ્રાઈવરને અપશબ્દો બોલી માથાકૂટ કરી હતી. ત્યારપછી કેટલાક શિવસેનાના લોકોએ અપશબ્દો બોલી રહેલા યુવાનો પર ગાડી ચડાવી દીધી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
આ ઘટના પછી પલાઢી ગામના કેટલાક યુવાનોએ અને શિવસેનાના કેટલાક કાર્યકર્તાઓએ રેલી કાઢી હતી. ત્યારપછી ગુસ્સે ભરાયેલી ભીડે પથ્થરમારો અને આગચંપી કરવાનું શરૂ કરી દીધું હતું.
તે પછી બે જુથ્થો સામસામે આવી ગયા હતાં અને એકબીજા પર પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોને સળગાવ્યા હતાં. આ ઘટનામાં ૧ર થી ૧પ દુકાનો સળગાવી દેવામાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી છે.
જો કે, હિંસા ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે ત્યાં બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. જલગાવમાં પથ્થરમારો થયો હોવાની તેમજ આગ ચાંપવાની ઘટના વાયુવેગે ફેલાતા ખળભળાટ મચ્યો છે. પોલીસે જલગાવના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવાની સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે. પોલીસે શંકાસ્પદોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં પોલીસે રપ લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને લગભગ ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial