Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાના બજેટમાં રખાયેલા આવકના લક્ષ્યાંકો વર્ષાંતે પૂરા થશે, પણ નિર્ધારિત ખર્ચ થશે ખરૃં ?

લેવામાં પાવરધા પણ ખર્ચવામાં કેમ ઉણાં-ઉતર્યા ? પ્રોજેકટોની અમલવારીમાં કચાશ કે લાપરવાહી ?

જામનગર તા. ૧: જામનગર મહાનગર પાલિકાની આવકનો લક્ષ્યાંક પૂર્ણ થવામાં કોઈ સમસ્યા રહે તેમ નથી પરંતુ ખર્ચનો લક્ષ્યાંક પૂર્ણ થશે કે કેમ ? તે અંગે જામનગર મહાનગર પાલિકામાં હાઉસ ટેકસ અને વોટર વકર્સ શાખાની આવક સારી થતા વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ થવામાં કોઈ મુશ્કેલી નડશે નહીં તે અંગે શંકા છે. મનપાના શાસકો પૂરતા પ્રમાણમાં પ્રોજેકટનો અમલ કરી શકયા નથી તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

જામનગર મહાનગર પાલિકાનું વાર્ષિક બજેટ ૧૩૬૮ કરોડનું છે. તેમાં મિલકત વેરાની વાર્ષિક આવક રૂ. ૧૩૨ કરોડના લક્ષ્યાંક સાથે પ્રથમ નવ માસમાં રૂ. ૧૦૭ કરોડ ૨૫ લાખની આવક થવા પામી છે. હજુ વર્ષ પૂર્ણ થવામાં ત્રણ માસ બાકી છે એટલે લક્ષ્યાંક પૂર્ણ થવામાં કોઈ સમસ્યા રહેશે નહીં. તેવી જ રીતે વોટર વકર્સ શાખાની ૯ માસની રૂ. ૨૩ કરોડ ૫૯ લાખની આવક થવા પામી છે. લક્ષ્યાંક ૩૦ કરોડનો છે. અને વર્ષ પૂર્ણ થવામાં ૩ માસ બાકી છે. એટલે વોટર વર્કસની આવક પણ ૩૦ કરોડને આંબી જશે તેમ જણાઈ છે.

પરંતુ કેપીટલ ખર્ચ ગત બજેટમાં ૯૦૦ કરોડનો દર્શાવાયો હતો. તેમાં પોણું વર્ષ પૂર્ણ થવા છતાં હજુ અડધો ખર્ચ પણ થયો નથી. એટલે કે શાસકો- અધિકારીઓ પૂરતા પ્રોજેકટની અમલવારી કરી શકયા નથી. તેના માટે જવાબદાર કોણ ? પ્રોજેકટોની અમલવારીમાં ચૂક કે લાપરવાહી ?

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh