Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગ્રાથી આવેલા ૫રિવારની કરૂણાંતિકાઃ કૌટુંબિક ઝઘડો કે બીજું કાંઈ ? પોલીસે શરૂ કરી તપાસ
લખનૌ તા. ૧: આગ્રાથી પોતાનો પુત્ર જ્યાં રહેતો હતો તે હોટલમાં આવેલા માતા અને પોતાની ચાર બહેનોની નિર્મમ હત્યા થયા પછી પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે, જ્યારે પિતા ફરાર થયા હોવાનું કહેવાય છે.
લખનૌમાં એક યુવકે પોતાની માતા અને ચાર બહેનોની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. આ પરિવાર નવા વર્ષની ઉજવણી કરવા આવ્યો હતો. આ દરમિયાન પુત્રએ રાત્રે તિક્ષણ હથિયાર વડે હત્યા કરી હતી. આ માહિતી આપતા ડીસીપી રવિના ત્યાગીએ જણાવ્યું કે, આરોપી અરશદ ર૪ વર્ષનો છે. પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.
સામૂહિક હત્યા કેસમાં મોટો ખૂલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ગરદન અને કાંડા પર ઈજાના નિશાન છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પાંચેય લોકોને તેમના ભોજનમાં નશીલા પદાર્થ આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ તેમના હાથની નસો કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી.
કૌટુંબિક ઝઘડાના કારણે પુત્રએ આ કૃત્ય આચર્યુ હોવાની આશંકા છે. હાલ પોલીસ વધુ કહેવાનું ટાળી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ બાદ જ બધું સ્પષ્ટ થશે. હાલ આરોપી પુત્રની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ આ પરિવાર આગ્રાથી આવ્યો હતો. અને ૩૦-ડિસેમ્બરથી લખનૌની હોટેલ શરણજીતના રૂમ નંબર ૧૦૯ માં રહેતો હતો. કુલ સાત લોકો રોકાયા હતાં. જેમાંથી માતા અને ચાર પુત્રીઓની હત્યા કરવામાં આવી હતી. આ આરોપ પુત્ર પર છે. જેનું નામ અરશદ છે.
પોલીસ પૂછપરછ દરમિયાન અરશદ એટલું જ કહી રહ્યો છે કે, આ અમારો પારિવારિક મામલો છે, તે ફક્ત એક જ લીટીનું વારંવાર પુનરાવર્તન કરી રહ્યો છે કે 'મને ખબર છે કે આ લોકો શું કરે છે.'
પોલીસનું કહેવું છે કે, હોટલમાંથી એક મહિલા અને ૪ છોકરીઓના મૃતદેહ મળી આવ્યા છે. તેના ગળા અને કાંડા પર નિશાન જોવા મળ્યા હતાં. હત્યા કેવી રીતે થઈ તે પોસ્ટમોર્ટમ બાદ સ્પષ્ટ થશે. આ પરિવાર આગ્રાના ઈસ્લામ નગરમાં તેધી બગીયાના કુબેરપુરનો રહેવાસી છે. તમામ મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા હતાં.
પોલીસ સૂત્રોનું માનીએ તો આરોપીએ ગળું દબાવીને હત્યા કરી હતી. ફોરેન્સિક ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે. બુધવારે સવારે હોટલનો સ્ટાફ રૂમમાં ગયો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial