Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૪ જાન્યુઆરીએ ૩૧ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે
જામનગર તા. ૧: સમસ્ત મહેશ્વરી મેઘવાર સમાજમાં છેલ્લા ૨૧ વર્ષથી મહેશ્વરી મેઘવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, આરોગ્યને લગતા કેમ્પ, રમત-ગમત મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે સમિતિ દ્વારા ૨૨મો સમૂહ લગ્નોત્સવ (કન્યા વણંઝ) સંવત ૨૦૮૧ પોષ વદ-૧, મંગળવાર (મકરસંક્રાંતિ) તા. ૧૪/૧/૨૦૨૫ના સમાજ વાડી, ઢીંચડા જામનગરમાં યોજવામાં આવનાર છે. જેમાં ૩૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડશે.
સમાજના રીત-રીવાજ મુજબ ભાગ લેનાર વર-કન્યાના લગ્ન છપાવવા (લખાવવા) તથા સમૂહ લગ્નનું આયોજન વધારે સુંદર રીતે યોજી શકાય તે માટે આગામી તા. ૫-૧-૨૦૨૫ (રવિવાર)ના સવારે ૧૦ વાગ્યે એક અગત્યની મિટિંગનું આયોજન ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, સાત રસ્તા પાસે, જામનગરમાં કરવામાં આવ્યું છે. જેમાં સમાજના તમામ જ્ઞાતિજનો, ધર્મગુરૂશ્રીઓ, મહારાજશ્રીઓએ હાજર રહેવા જણાવાયું છે.
આ સમૂહ લગ્ન અંગેની વિશેષ વિગત તથા માહિતી માટે સુરેશભાઈ કે. માતંગ (મો. ૯૮૨૫૨ ૯૫૯૫૮), જયંત વારસાખિયા (એડવોકેટ, મો. ૯૯૦૯૮ ૩૩૬૬૬), માધવભાઈ ડગરા (૯૩૨૮૧ ૦૯૯૦૪), દીપુભાઈ પારીયા (કોર્પોરેટર, મો. ૯૭૨૩૬ ૯૦૩૬૪), લાખાભાઈ એમ. ફફલ (મો. ૯૯૨૫૧ ૦૮૮૬૧), વિરજીભાઈ ડી. રોશીયા (મો ૯૭૧૨૫ ૮૦૬૪૪), કિશનભાઈ એચ. નંજાર (મો. ૮૪૪૧૩ ૩૩૫૫૫), બીપીનભાઈ ડી. ધુલીયા (મો. ૯૮૯૮૮ ૯૭૩૪૯), તુષારભાઈ આર. માતંગ (ભાટીયા- મો ૮૮૬૬૨ ૨૬૭૧૨)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial