Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવા વર્ષના પ્રથમ દિવસે
નવી દિલ્હી તા. ૧: નવા વર્ષના પ્રારંભે એલપીજીના ૧૯ કિલોના સિલિન્ડરના ભાવોમાં ૧૪ થી ૧૬ રૂપિયાનો ઘટાડો કરાયો છે.
નવા વર્ષના પ્રથમ દિવસે ઓઈલ એન્ડ ગેસ માર્કેટીંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપનીની જાહેરાત મુજબ દિલ્હીથી મુંબઈ સુધી એલપીજી સિલિન્ડરોના ભાવમાં ૧૪ થી ૧૬ રૂપિયાનો ઘટાડો થયો છે.
જો કે, કંપનીઓએ માત્ર ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જ ઘટાડો કર્યો છે, જ્યારે નવા વર્ષમાં ૧૪ કિલોગ્રામવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે. એટલે કે તેમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પહેલી જાન્યુઆરી ર૦રપ એટલે કે વર્ષના પ્રથમ દિવસે ૧૯ કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. આઈઓસીએલની વેબસાઈટ પર અપડેટ કરાયેલી કિંમતો મુજબ રાજધાની દિલ્હીમાં આજથી ૧૯ કિલોવાળા એલપીજી સિલિન્ડરની કિંમત ૧૮૦૪ રૂપિયા થઈ ગઈ છે. આ પહેલા પહેલી ડિસેમ્બર ર૦ર૪ માં તેની કિંમત ૧૮૧૮.પ૦ રૂપિયા હતી. આમ એક સિલિન્ડરની કિંમતમાં ૧૪.પ૦ રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી સહિત અન્ય મહાનગરોમાં પણ કિંમતમાં ફેરફાર થયા છે.
દિલ્હી ઉપરાંત કોલકાતામાં ૧૯ કિલોવાળા સિલિન્ડરની કિંમત રૂ. ૧૯ર૭ થી ઘટીને રૂ. ૧૯૧૧ થઈ છે. આમ અહીં ૧૬ રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં રૂ. ૧૭૭૧ ની કિંમતે મળતા સિલિન્ડરની કિંમત હવે રૂ. ૧૭પ૬ થઈ ગઈ છે. એટલે કે અહીં ૧પ રૂપિયાનો ઘટાડો થયો છે. ચેન્નાઈમાં ૧૯૮૦.પ૦ રૂપિયામાં મળતા સિલિન્ડરની કિંમત હવે ૧૯૬૬ રૂપિયા થઈ ગઈ છે.
ઘણાં લાંબા સમય પછી ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો છે, જો કે ૧૪ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સિલિન્ડર પહેલી ઓગસ્ટથી નિર્ધારીત કરાયેલી કિંમત પર જ મળી રહ્યો છે. રસોઈમાં વપરાતા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં તેની કિંમત ૮૦૩ રૂપિયા, કોલકાતામાં ૮ર૯ રૂપિયા, મુંબઈમાં ૮૦ર.પ૦ અને ચેન્નાઈમાં ૮૧૮.પ૦ રૂપિયા પર સ્થિર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial