Advertisement
Author: નોબત સમાચાર

બાઈકના શોરૂમમાં ચોરી કરનાર બે શખ્સ મુંબઈથી દબોચાયાઃ ત્રણના નામ ખૂલ્યા

એક શખ્સ સામે અગાઉ નોંધાયા છે ૧૬ ગુન્હાઃ

જામનગર તા.૧ : જામનગરના પવનચક્કી નજીક આવેલા બાઈકના શોરૂમમાં દસેક દિવસ પહેલાં ચોરી થઈ હતી. તેનો ભેદ પોલીસે ઉકેલી નાખી મુંબઈમાંથી બે શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સોએ પોતાના ત્રણ સાગરિતના નામ આપી ગુન્હાની કબૂલાત આપી છે. બંને આરોપીને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા અવધ નામના બાઈકના શોરૂમમાં ગઈ તા.૧૮ના દિને ચોરી થઈ હતી. તે શોરૂમના પાછળના ભાગમાંથી ઘૂસી ગયેલા બે તસ્કરે અંદર પડેલા કાઉન્ટરમાં રાખવામાં આવેલી રૂ.૨ લાખ ૩૭૪૪૦ની રોકડ ઉઠાવી લીધી હતી.

આ ગુન્હાની તપાસ સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફે શરૂ કર્યા પછી રવિ શર્મા, વિજય કાનાણીને મળેલી બાતમીના આધારે મુંબઈના અંધેરી વેસ્ટમાં અંબોલી નાકા પાસે સરદાર ચાલમાં રહેતા યતીન પ્રવીણભાઈ સીંદરોજા તથા મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પીથુસરાઈ ગામના સુનિલ શિવ પરીયાર નામના બે શખ્સને મુંબઈમાંથી પકડ્યા છે.

આ શખ્સોના સગડ મેળવવા ચકાસાયેલા સીસીટીવી ફૂટેજમાં ઉપરોક્ત બંને નેપાળી શખ્સના સગડ પ્રાપ્ત થયા હતા. આ શખ્સોના કબજામાંથી બે મોબાઈલ, રૂ.૧૩૫૦૦ રોકડા કબજે કરી પૂછપરછ કરાતા આ શખ્સોએ પોતાના સાગરિત મૂળ નેપાળના માનસંગ જિલ્લાના કોલીકોટ ગામના વતની અને હાલમાં પુનામાં રહેતા ઉમેશ ઉર્ફે બિરેન્દ્ર માનબહાદુર માઝી અને સુરતના મોટા વરાછામાં નંદઘર પાસે રહેતા જનક મનીરામ સોની ઉર્ફે ડીકે તથા કમલ ખત્રી નામના મંંુબઈના શખ્સના નામ આપ્યા છે.

ઝડપાયેલા આરોપી પૈકીના યતીન પ્રવીણભાઈ સામે મુંબઈમાં જુદા જુદા ૧૬ ગુન્હા નોંધાયેલા છે અને ઉમેશ માઝી સામે પણ બે પોલીસ સ્ટેશનમાં ગુન્હા નોંધાયેલા છે. ઉમેશ, ડીકે ઉર્ફે જનક તથા કમલની શોધ શરૂ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh