Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકની ઓળખ આપવા પોલીસનો અનુરોધઃ
જામનગર તા.૧ : જામનગરના ફલ્લા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સવારે પંચાવનેક વર્ષની વયના લાગતા એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે તેનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે.
જામનગર-રાજકોટ રોડ પર આવેલા ફલ્લા ગામ પાસે બસ સ્ટેન્ડમાં ગઈકાલે સવારે એક વૃદ્ધ બેભાન જેવી હાલતમાં જોવા મળતા કોઈએ પોલીસને જાણ કરી હતી.
ત્યાં દોડી ગયેલા પંચકોશી એ ડિવિઝનના પ્રોબે. પીએસઆઈ એચ.વી. ગોહિલે તે વૃદ્ધને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મૃતદેહને પીએમ માટે ખસેડી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
ઉપરોકત તસ્વીરવાળા મૃતકના શરીર પર કાળા રંગનો લેંઘો, કાળા તથા પોપટી રંગનો ચેક્સવાળો શર્ટ અને કાળા રંગનો કોર્ટ ધારણ કરેલો હતો. પોલીસે ફલ્લા ગામના કમલેશ નારણભાઈ ધમસાણીયાનું નિવેદન નોંધ્યું છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૯૪૭૮૨ ૭૨૬૩૫નો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial