Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રથમ, દ્વિતીય, તૃતીય આવેલા ચિત્રકારોનું સન્માનઃ બાળકો માટે દેશી રમતો યોજાઈ
જામનગરની નેચર એન્ડ આર્ટ કલબ દ્વારા કિલેશ્વરમાં ટ્રેકીંગ અને લાઈવ લેન્ડ સ્કેપ્સ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ચિત્રકલાના ઉપાસકો માટે તેમજ કલા પ્રદર્શીત કરવાનો હેતુ પણ હતો. આ કેમ્પમાં પ્રસિદ્ધ ચિત્રકારોએ ભાગ લીધો હતો. અન્ય સભ્યોએ સંસ્થાના શુભેચ્છક પ્રખર પર્યાવરણવિદેના નેતૃત્વમાં આસપાસના જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરીને કિલેશ્વરના સુંદર દ્દશ્યો અને જંગલની શાંતિનો આનંદ માણ્યો. સાથે જ ગ્રામ્ય જીવન શૈલીને નજીકથી જોવા અને અનુભવવાની તક પણ મેળવી હતી. બાળકો માટે દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં બાળકોના ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો, જે તેમના માટે સંભારણાંરૂપ બની રહ્યો હતો. શ્રેષ્ઠ લેન્ડસ્કેપ ચિત્રો બનાવવા બદલ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનારા ચિત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજાના અનુરોધથી વિજેતાઓને ઈનામોનું વિતરણ એનએનસી સભ્યોના પરિવારની મહિલા સદસ્યોના હસ્તે કરાવાયું અને એ દ્વારા નારી સન્માનનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પ્રોજેકટ ચેરમેન ઉત્પલ દવે દ્વારા આ કેમ્પની સફળતા માટે તમામ ચિત્રકારો, સભ્યો અને સહભાગીઓનો ટીમ વર્કનો આભાર વ્યકત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial