Advertisement
Author: નોબત સમાચાર

એલોન મસ્કે પોતાનું નામ બદલતા જ કેકિયસ ક્રિપ્ટો કરન્સીની કિંમતમાં ઉછાળો

કેકિયસ મેકિસમસ નામ રાખ્યુને ૫૦૦ ગણો ફાયદો ?

નવી દિલ્હી તા. ૧: એલોન મસ્કે પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં ક્રિપ્ટો જગતમાં મોટી હલચલ જોવા મળી રહી છે.

વિશ્વભરના જાણિતા અને ચર્ચામાં રહેતા એલોન મસ્કો પોતાનું નામ બદલી ફરી આખી દુનિયાને ચોંકાવી દીધા છે અને તેમણે કરેલી જાહેરાત પછી ક્રિપ્ટો જગતમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે.

વાસ્તવમાં મસ્કે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોતાનું નામ બદલીને કેકિયસ મેકિસમસ રાખી દીધું, જેના કારણે તેમના કરોડો યુઝર્સો અસમંજસમાં મુકાઈ ગયા છે. મસ્કના નિર્ણયની અસર માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ જોવા મળી રહી છે.

વાસ્તવમાં આ નામ ઈન્ટરનેટ કલ્ચર અને મીમ્સ પ્રેરિત છે. આ નામ બે જુદા જુદા સંદર્ભને જોડે છે. પ્રથમ સંદર્ભ પેપે ધ ફ્રોગ છે, જે એક લોકપ્રિય ઈન્ટરનેટ મીમ છે અને તે હાસ્ય અને વ્યંગનું પ્રતીક છે. જયારે બીજો સંદર્ભે ગ્લાડીએટર છે, જેનો ફિલ્મમાં મેકિસમમ કેરેન્ટર તરીકે ઉપયોગ થાય છે, તે તાકાત અને પ્રભાવનું પણ પ્રતિક છે. આ ઉપરાંત કેકિયસ નામનું ક્રિપ્ટો ટોકન પણ છે, જે ઈંરીિીેદ્બ અને ર્જીઙ્મટ્ઠહટ્ઠ જેવા બ્લોકચેન પ્લેટફોર્મ પર ચાલે છે. મસ્કે નામ બદલતાં જ કેકિયસ ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં ૫૦૦ ટકાનો જોરદાર ઉછાળો આવ્યો છે.

મસ્કે નામ બદલતાં જ કેકિયસ ક્રિપ્ટો કરન્સીની કિંમતમાં ૫૦૦ ટકાનો જોરદાર ઉછાળો આવ્યો છે. રિપોર્ટ મુજબ મસ્ક નામ બદલ્યાના થોડાંક કલાકમાં સિકયસ ટોકનના કિંમત આસમાને પહોંચી ગઈ છે. કોઈ જેકકોના રિપોર્ટ મુજબ કેકિયસનું વર્તમાન માર્કેટ કેપિટલાઈઝેશન ૮૫ મિલિયન ડોલરથી વધુ છે. ૩૧ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ ટોકનની કિંમત ૦.૦૯૨૭૪ ડોલર પર પહોંચી ગઈ હતી.

મસ્કે કેકિય મેકિસમસ નામને લગતા અનેક મીમ્સ અને પોસ્ટ શેર કરી છે.એલોન મસ્ક અનેક વખત ક્રિપ્ટો માર્કેટમાં મોટા ફેરફારોને શ્રેય આપતા રહ્યા છે. તેમની ટ્વિસ્ટ અને સોશિયલ મીડિયા પરની ગતિવિધિઓના કારણે ડોગકોઈન અને મીમ ક્રિપ્ટોકરન્સી ચર્ચામાં આવી છે. તેમણે કેકિયસનો ઉલ્લેખ કરીને વિશ્વભરમાં નવી ચર્ચાઓ શરૂ કરાવી દીધી છે, જેના કારણે રોકાણકારો પણ આકર્ષાયા છે. મસ્કના કારસ્તાનથી કેકિયસની લોકપ્રિયતા વધી ગઈ છે. આ સાથે અન્ય મીમ- આધારીત ક્રિપ્ટોકરન્સીના કિંમતમાં પણ ઉછાળો થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh