Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતા-પુત્રીના ગંભીર ઈજા થવાથી મૃત્યુઃ અન્ય બેને થઈ ઈજાઃ પોલીસ, ૧૦૮ દોડ્યાઃ
ખંભાળિયા તા.૧ : ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર આજે સવારે એક ઈનોવા મોટર તથા ટ્રોલીવાળા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા માતા, પુત્રીના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. સાથે રહેલા અન્ય બે વ્યક્તિને ઈજા થઈ છે. રાજસ્થાનથી આ પરિવાર દ્વારકા જઈ રહ્યો હતો ત્યારે વહેલી સવારે ભાટીયા રોડ પર ટ્રેક્ટર અચાનક જ સાઈડમાં જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
આ કરૂણ બનાવની વધુ વિગત મુજબ જામખંભાળિયા તરફથી દ્વારકા જતા નેશનલ હાઈવે પર આજે સવારે ભાટીયા નજીક એક ઈનોવા મોટર સાથે ટ્રેક્ટર ટકરાઈ પડતા બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે.
રાજસ્થાનથી દર્શનાર્થે દ્વારકા જવા નીકળેલા પરિવારના રાધારાણીબેન (ઉ.વ.પ૪) તથા તેમના પુત્રી દિવ્યાબેન (ઉ.વ.ર૮)ને આ અકસ્માતમાં મોત મળ્યું છે. તેમની સાથે રહેલા અન્ય બે વ્યક્તિ ઘવાયા છે.
ભાટીયા ધોરીમાર્ગ પર જ્યારે જીજે-પ-સીએફ ૧૭૬૩ નંબરની ટોયોટો કંપનીની આ મોટર જ્યારે સ્પીડમાં દોડી જતી હતી ત્યારે જીજે-૧૦-એએમ પાસીંગનું ટ્રેક્ટર સાઈડમાં જતા તેની ટ્રોલી સાથે મોટર અથડાઈ પડી હતી.
અકસ્માતની જાણ થતાં કલ્યાણપુરના પીએસઆઈ બી.કે. રાજવી તથા સ્ટાફ ધસી આવ્યા હતા. આવી ગયેલી ૧૦૮માં બે ઈજાગ્રસ્તને સારવાર માટે ખંભાળિયાના દવાખાને લઈ જવામાં આવ્યા છે. મૃતદેહોને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial