Advertisement
Author: નોબત સમાચાર

લાંચ લેતા ઝડપાયેલા એસએસઆઈ અવેજી સફાઈકર્મીના એક દિ'ના રિમાન્ડ

મકાન તથા બેંક ખાતા અંગે પણ ચકાસણીઃ

જામનગર તા. ૧૨: જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૯ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તથા એક અવેજી કર્મચારીને એસીબીએ રૂ.૨૨,૫૦૦ની લાંચ લેતા પકડી પાડ્યા પછી ગઈકાલે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તપાસનીશ એસીબી ટૂકડીએ આ શખ્સોના મકાન ઉપરાંત બેંક ખાતા અંગે પણ તપાસ હાથ ધરી છે.

જામનગરના ગૌરવ૫થ પર આવેલા ક્રિકેટ બંગલા નજીકની જામ્યુકોની વોર્ડ નં.૯ની ઓફિસ પાસેથી મંગળવારે સાંજે જામનગર એસીબીના સ્ટાફે વોર્ડ નં.૯ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તથા અવેજી સફાઈ કામદારને રૂ.૨૨,૫૦૦ની લાંચ લેતા પકડી લીધા હતા.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.૯ના એક મહિલા સફાઈ કર્મચારીને નોકરીમાં સરળતા કરી આપવા માટે એસએસઆઈ પ્રકાશ મકવાણાએ રૂ.રર૫૦૦ માંગ્યા પછી આ કર્મચારીના પૌત્ર પાસે લાંચની રકમ લેવા માટે અવેજી સફાઈકર્મી રવજી પરમાર આવ્યો હતો. તે વેળાએ શક ઉભો થતાં રવજીએ તે રકમ પાછી આપી દઈ પ્રકાશ મકવાણાને જ રકમ સોંપવાનું કહ્યું હતું અને પ્રકાશે તે રકમ સ્વીકારતા જ એસીબીએ પ્રકાશ તથા રવજીની ધરપકડ કરી લીધી હતી.

ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાયા પછી આ બંને આરોપી ગઈકાલે સાંજે કોર્ટમાં રજૂ કરાયા હતા. તેના રિમાન્ડની માગણી કરાતા અદાલતે બંનેને એક દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. તપાસનીશ એસીબી પીઆઈ (રાજકોટ) દેકાવડીયા એ બંનેની પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સોના રહેણાંકની ચકાસણી ઉપરાંત બેંક ખાતા અંગે પણ તપાસ કરાઈ રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh