Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકીબેકી બોલી જુગાર રમતા બે સામે ફરિયાદઃ
જામનગર તા. ૧રઃ જામનગરના નાગરપરા રોડ પર ગઈકાલે સાંજે એક શખ્સ પોતાના મોબાઈલમાં એક આઈડી પરથી એનિમેટેડ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો મળી આવ્યો છે. તેણે પોતાના સાગરિતનું નામ આપ્યું છે. જ્યારે જી.જી. હોસ્પિટલ રોડ પર મોલવાળી શેરીમાં ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા બે ઝડપાયા છે.
જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલા નાગરપરા પાસે ગઈકાલે સાંજે એક શખ્સ પોતાના મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો.
તે સ્થળે પોતાના મોબાઈલમાં એક આઈડી પર લોગઈન કરી એનિમેટેડ મેચમાં જુદા જુદા સોદા કરી રહેલા દિ. પ્લોટની શેરી નં.૨૩માં રહેતો અક્ષય અશોકભાઈ હરવરા નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેનો મોબાઈલ, રૂ.૧૭૫૦ રોકડા કબજે કરી પૂછપરછ કરતા તેણે પોતાના સાગરિત કામદાર કોલોની વાળા સંજય મંગેનું નામ આપ્યું છે. બંને સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા મોલ પાસેની શેરીમાં ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા ઝાકીર હુસેન દરજાદા, મયુર મનોજભાઈ બારીયા નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂ.૧૨૦૦ કબજે કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial