Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કડકડતી ઠંડીનો પ્રારંભઃ ૧.૭ ડીગ્રી ઘટાડા સાથે
જામનગર તા. ૧રઃ જામનગરમાં ૧.૭ ડીગ્રીના ઘટાડા સાથે સિઝનમાં પ્રથમ વખત ન્યુનતમ તાપમાન ૧ર.પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. તેજીલા વાયરા પછી તાપમાનમાં ઘટડો થતા કડકડતી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
ઉત્તર ભારતમાં પહાડી પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. જેના પગલે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો માઈનસમાં થઈ જતા હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જેનાથી ત્યાંનું જનજીવન પણ પરભાવિત થયું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તર ભારતના કાતિલ ઠંડા પવનોએ ગુજરાતમાં પ્રવેશ કરતા રાજ્યમાં પણ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે.
જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં હવે શિયાળાએ ગતિ પકડી લીધી છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૭ ડીગ્રી સુધી ઘટીને ન્યુનતમ તાપમાન સિઝનમાં સૌ પ્રથમ વખત ૧ર.પ ડીગ્રીએ પહોંચી ગયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડા અને તેજીલા વાયરાઓના પગલે નગરમાં પણ કડકડતી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
નગરસીમ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. ઠંડીમાં થયેલા વધારાના પગલે કાવા તેમજ ગરમ વસ્ત્રોની લારીઓ અને દુકાનોમાં લોકોનો ધસારો વધારે જોવા મળે છે.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો રપ.પ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial