Advertisement
Author: નોબત સમાચાર

મુદ્દલ કરતા વધુ વ્યાજ ચૂકવ્યા પછી પણ પોણા અગિયાર લાખના મશીન પડાવી લેવાયા

જામનગર તા. ૧૨: જામનગરના એક કારખાનેદારે પૈસાની જરૂર પડતા એક શખ્સ પાસેથી રૂ.રપ લાખ ૧૦ ટકાના વ્યાજે લઈ એક વર્ષમાં મુદ્દલ કરતા વધુ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં તેઓને વધુ વ્યાજ અને મુદ્દલ આપવાનું કહી આ શખ્સે કારખાને જઈ બળજબરીથી રૂ.૧૦ લાખ ૭૮ હજારની મશીનરી છીનવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે કુખ્યાત શખ્સના ભાઈ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલ પાર્ક પાછળ ગોકુલ દર્શન સોસાયટીમાં રહેતા મૂળ લાલપુર તાલુકાના હરીપર ગામના વતની લાલજીભાઈ સવજીભાઈ મારકણા નામના વેપારીએ પોતાના ધંધા માટે પૈસાની જરૂર પડતા વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનામાં જામનગર તાલુકાના લોઠીયાના વતની ધર્મેશ રાણપરીયા પાસેથી ઉછીના પૈસા માંગતા રૂ.૨૫ લાખ ૧૦ ટકાના વ્યાજે ધર્મેશે આપ્યા હતા.

આ રકમ લાલજીભાઈ તથા તેમના સગા-સંબંધીઓના ખાતામાં જુદા જુદા સમયે ધર્મેશે જમા કરાવી હતી. તે રકમની સામે ચાલુ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં લાલજીભાઈએ રૂ.ર૬ લાખ વ્યાજ પેટે જમા કરાવી દીધા હતા. તેમ છતાં ધર્મેશે મૂળ રકમ રૂ.રપ લાખ તેમજ વ્યાજની ઉઘરાણી કરી હતી, વધુ વ્યાજ-મુદ્દલ ગોવિંદ ભાઈ ચૂકવી શક્યા ન હતા.

આ બાબતથી ઉશ્કેરાયેલા ધર્મેશે તેઓના કારખાને જઈ બળજબરી આચરી કારખાનામાં પડેલી મશીનરી તેમજ અન્ય સામાન મળી કુલ રૂ.૧૦ લાખ ૭૮ હજારનો સામાન પડાવી લીધો હતો. આ બાબતની પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાલજીભાઈએ ફરિયાદ નોંેંધાવી છે. પોલીસે કુખ્યાત જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલ (રાણપરીયા) સામે આઈપીસી ૩૮૪ તેમજ નાણા ધીરધાર અધિનિયમની કલમ ૫, ૩૯, ૪૦, ૪૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh