Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત ઉદાણી પરિવાર દ્વારા યોજાશેઃ
જામનગર તા. ૧૨: જામનગરમાં તા. ૧૫-૧૨-૨૦૨૪ને માગસર સુદ પૂનમે સમસ્ત ઉદાણી પરિવાર દ્વારા સિકોતર માતાજીનો ૨૧મો પાટોત્સવ તથા એક દિવસીય માતાજી માંડવા ઉત્સવ ઉજવવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમ સિકોતર ધામ-ન્યુ જેલ રોડ, ચંદ્રપ્રભુ એપાર્ટમેન્ટ સામે, કુંવરબાઈ ધર્મશાળા સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં તા. ૧૪ને શનિવારના વાર્ષિક સામાન્ય સભા સાંજે ૫ વાગ્યે તથા આરતી ૭.૩૦ અને પ્રસાદ રાત્રે ૮ વાગ્યે રાખેલ છે. તેમજ તા. ૧૫ ને રવિવારના સવારે ૭.૩૦ વાગ્યાથી મંડપ મુહૂર્ત તથા માતાજીના વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા સાંજે ૭ વાગ્યે સંધ્યા આરતી બાદ રાત્રે ૮.૧૦ કલાકે મહાપ્રસાદ અને ૯.૪૫ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવવામાં આવશે, ત્યારબાદ તા. ૧૬ને સોમવારના સવારે ૭.૧૫ કલાકે મંગળ દિવો-આરતી તથા માતાજીને વિદાય-પૂર્ણાહુતિ યોજવામાં આવશે. કાર્યક્રમમાં સર્વે કમિટી મેમ્બરો દ્વારા કુટુંબીજનોને હાજરી આપવા અનુરોધ કરાયો છે, સમસ્ત ઉદાણી કુટુંબ દેવસ્થાન મંડળના પ્રમુખ નિમેશ ઉદાણી તથા મંત્રી પ્રિયશા ઉદાણીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial