Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોના-ચાંદીના દાગીના તથા રૂ.૧ લાખ ૬૦ હજાર રોકડા પણ ગયાઃ
જામનગર તા. ૧૨: કાલાવડના નાની વાવડી ગામના એક ખેડૂત ગયા સોમવારે બપોરે ખેતરે કામસર ગયા પછી માત્ર એક કલાકમાં તેમના ઘરમાં ઘૂસી ગયેલા કોઈ તસ્કરે અંદરથી સોના-ચાંદીના દાગીના, રૂ.૧ લાખ ૬૦ હજાર રોકડા મળી કુલ રૂ.સવા સાત લાખ ઉપરાંતની મત્તા ચોરી કરી લીધી છે. તસ્કરે તે મકાનના મુખ્ય દરવાજા તથા રૂમના દરવાજાના નકૂચા તોડી પ્રવેશ કર્યાે હતો. પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
કાલાવડ તાલુકાના નાની વાવડી ગામમાં લક્ષ્મીપુર ગામની ગોળાઈમાં રહેતા ખેડૂત મનસુખભાઈ પરસોત્તમભાઈ સાંગાણી (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગયા સોમવારે બપોરે દોઢેક વાગ્યે પોતાનું રહેણાંક મકાન બંધ કરીને ખેતીકામ માટે ખેતરે ગયા હતા.
ત્યાંથી તેઓ અઢી વાગ્યા સુધીમાં પરત ફર્યા તે દરમિયાન તેમના મકાનમાં કોઈ તસ્કર હાથફેરો કરી ગયો હતો. મુખ્ય દરવાજા ઉપરાંત ઓસરીમાં નાખવામાં આવેલી ઝાળી તેમજ એક ઓરડાના દરવાજાનો નકૂચો તોડી તસ્કરે અંદરથી રૂ.૭ લાખ ૩૦ હજારની મત્તાની ચોરી કરી લીધી હતી.
તેમના મકાનમાં રાખવામાં આવેલા પતરાના કબાટ સ્થિત તિજોરીમાંથી રૂ.૧ લાખ ૬૦ હજાર રોકડા ઉપરાંત લાકડાના કબાટ સ્થિત તિજોરીમાંથી સોનાની દસ ગ્રામ વજનની બે બુટી, ચાર ગ્રામનું સોનાનું પેંડલ, પંદર ગ્રામની સોનાની લક્કી, સોળ ગ્રામ વજનની સોનાની વીટી, પાંચ ગ્રામનું સોનાનું લેડીઝ પેંડલ, ચાલીસ ગ્રામ વજનનો સોનાનો હાર, પાંત્રીસ ગ્રામ વજનનું સોનાનું મંગળસૂત્ર, પચ્ચીસ ગ્રામ વજનની સોનાની દુગી, પચ્ચીસ ગ્રામ વજનનું લોકેટ, પચ્ચીસ ગ્રામ વજનનું સોનાનું બ્રેસલેટ, ત્રણ ગ્રામની સોનાની લેડીઝ વીટી, દસ ગ્રામની સોનાની બે અન્ય વીટી સહિત ૪૦૩ ગ્રામ સોનાના દાગીના અને ચાંદીના ઝાંઝરા, સાકળા, વીટીઓ મળી કુલ રૂ.૭ લાખ ૩૦ હજારની મત્તા તસ્કરે તફડાવી લીધી હતી.
ખેતરેથી પરત આવ્યા પછી મનસુખભાઈને મુખ્ય દરવાજા, ઓસરીની ઝાળી તથા રૂમના દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. તેઓએ પોલીસને જાણ કર્યા પછી કાલાવડ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી. આંબલીયાએ બીએનએસની કલમ ૩૩૧ (૩), ૩૦૫ (એ) હેઠળ અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial