Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિકસિત ભારત જ્ર ર૦૪૭ ના વડાપ્રધાનના વિઝનને વિકસિત ગુજરાતથી સાકાર કરવા ગુજરાત સરકાર કટીબદ્ધ
ગાંધીનગર તા. ૧રઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિના પાયા પર રચેલી સર્વાંગી વિકાસની બુનિયાદને ગુજરાતની જનતા જનાર્દને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દૃઢ વિશ્વાસ મૂકીને વધુ ઉન્નત બનાવી છે.
આ જન સમર્થન અને જનવિશ્વાસ સાથે તા. ૧ર મી ડિસેમ્બર ર૦રર ના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારે શાસન સેવા દાયિત્વ સંભાળ્યું હતું. તેમના સફળ સુશાસનના બે વર્ષ ૧ર ડિસેમ્બર ર૦ર૪ ના પૂર્ણ થશે.
મુખ્યમંત્રીના દૃષ્ટીવંત નેતૃત્વમાં વર્તમાન સરકારે રાજ્યની વિકાસયાત્રાને જનહિતલક્ષી યોજનાઓથી અનેક સિદ્ધિઓ અને શ્રેષ્ઠ પરિણામો સાથે નવી દિશા આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત (જ્ર) ર૦૪૭ માટે ચાર મુખ્ય સ્તંભ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સશક્તિકરણ માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને 'ટીમ ગુજરાતે' પણ વડાપ્રધાનના આ વિકસિત ભારત (જ્ર) ર૦૪૭ સંકલ્પને વિકસિત ગુજરાતથી પાર પાડવાની નેમ રાખી છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વડાપ્રધાનની સંકલ્પના અનુસાર રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં 'સ્થાન' એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલા શક્તિના એમ્પાવરમેન્ટ અને ઉત્થાન ઉપર ફોકસ કર્યું છે.
ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે બે વર્ષના કાર્યકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જન-જનને અનુભૂતિ કરાવી છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર તા. ૧ર મી ડિસેમ્બર, ગુરુવારે તૃતીય વર્ષમાં પદાર્પણ કરશે તે અવસરને પણ 'સ્થાન' આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુ આયામી આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ વર્તમાન રાજ્ય સરકારના ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ અવસરે આ 'ગ્યાન' આધારિત વિવિધ કાર્યક્રમોમાં સદ્ભાગી થવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરીને તૃતીય વર્ષમા પદાર્પણ અવસરે તા. ૧ર મી ડિસેમ્બર, ગુરુવારના દિવસનો પ્રારંભ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નરોડામાં ૩૦૦ ચોરસમીટરમાં નિર્માણ પામેલા શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ દ્વારા ગરીબ ઉત્થાન કાર્યક્રમથી કર્યો.
મુખ્યમંત્રી 'ગ્યાન'ના બીજા મહત્ત્વપૂર્ણ પિલ્લર એવા યુવાઓના ઉજ્જવળ ભવિષ્યની નેમસાથે સવારે ૧૧ કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા પ૮૦ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'અન્નાદતા'ને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ખેડૂત ઉત્પાદક સંગઠનો એફપીઓના સદસ્યો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. ખેત પેદાશો મહત્તમ ઉત્પાદન, વેલ્યુએડિશન, બ્રાન્ડીંગ અને માર્કેટીંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા એફપીઓને મુખ્યમંત્રી આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રી ગુરુવારે સાંજે ૩૦૦ જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેટર્સ સાથે અમદાવાદમાં આઈ-હબમાં યોજાનારા એક કાર્યક્રમમાં સંવાદ-વાતચીત કરશે.
મહિલા ઉદ્યોગ સાહસિકો સંશોધકોને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં પર ટકાનો વધારો થયો છે. મુખ્યમંત્રી 'ગ્યાન'નો ચોથો સ્તંભ એવી નારીશક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટ અપ ઈનોવેટર્સ સાથેના સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણની વર્તમાન સરકારના ત્રીજા વર્ષમાં પદાર્પણનો પ્રથમ દિવસ એટલે કે તા. ૧ર મી ડિસેમ્બર ર૦ર૪ સમય તથા 'ગ્યાન' સમર્પિત વિકાસ દિવસ બનશે.
મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન થશે
અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્ર લોકાર્પણ થકી- ગરીબ ઉત્કર્ષ.
રાજ્ય સરકારના વિભાગોમાં ૬૦૦ યુવાઓને નિમણૂકપત્રો એનાયતથી-યુવા વિકાસ.
ખેડૂતો, અન્નદાતાઓ એફપીઓ સાથે સંવાદથી-અન્નદાતા વિકાસ.
મહિલા સ્ટાર્ટઅપ-ઈનોવેટર્સ સાથે સંવાદથી-નારી શક્તિ વિકાસ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial