Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાતઃ
નવીદિલ્હી તા. ૧૨: ભારતીય રેલવે દેશના કરોડો લોકોનું મુસાફરીનું સાધન છે. પરંતુ રેલવેમાં ટિકિટની એક મોટી સમસ્યા છે. ઘણી વખત ટિકિટ મળે છે, પરંતુ ઘણા લોકોને સીટના અભાવે ટિકિટ નથી મળતી. જો કે રેલવેમાં મુસાફરી કરનારા કરોડો લોકો માટે સારા સમાચાર છે. સંસદના શિયાળુ સત્રમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં આ અંગે એક મોટી જાહેરાત કરી છે.
સંસદમાં રેલવેએ એક મોટી જાહેરાત કરી છે. રેલવેએ વિશેષ ટ્રેનોમાં ૧૨૦૦૦ જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં જાહેરાત કરતા કહ્યું, ભારતચીય રેલવેનું સંપૂર્ણ ધ્યાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર છે. ભારતીય રેલવેએ આ નાણાકીય વર્ષમાં લગભગ ૧૨,૦૦૦ જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે.
રેલવે મંત્રીએ કહ્યું કે મહાકુંભ માટે ૧૩ હજાર ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું, એક નવી ટ્રેન વિકસાવવામાં આવી છે, અમૃત ભારત ટ્રેન, તેમાં વંદે ભારત ટ્રેન જેવી જ ટેકનોલોજી છે. બંને ટ્રેનો લગભગ ૧૦ મહિનાથી ચાલી ચૂકી છે અને તે અનુભવના આધારે વધુ ૫૦ ટ્રેનો માટે પ્રોડકશન પ્લાન લેવામાં આવ્યો છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રતિક્ષા યાદીની ટિકિટો પર કેન્સલેશન ચાર્જ અંગેના પ્રશ્નોના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, રેલ્વે પેસેન્જર્સ (ટિકિટ કેન્સલેશન અને રિફંડ ઓફ ફેર) નિયમો, ૨૦૧૫ મુજબ આઈઆરસીટી વેબસાઈટ મારફતે રદ કરવામાં આવેલી તમામ વેઈટલિસ્ટ ટિકિટો રદ કરવા માટે કલર્કેજ ફી વસૂલવામાં આવે છે. સમાજવાદી પાર્ટીના સાંસદ ઈકરા ચૌધરીએ ટ્રેનોમાં ઓછી સીટોને કારણે રેલવે દ્વારા રદ કરાયેલ વેઈટલિસ્ટ ટિકિટો પર કેન્સલેશન ચાર્જ લાદવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial