Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડીસીસી કંપનીના અધિકારીએ નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧૨: ભાણવડના પાછતરડી ગામમાં આવેલી એક જમીન રાજ્ય સરકારના માઈન્સ અને ઈન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટે દિગ્વિજય સિમેન્ટ કંપનીને ૫૦ વર્ષ માટે લાઈમ સ્ટોન માઈનીંગ કરવા આપી હોવા છતાં તે જગ્યામાં પાછતરડી ગામના એક શખ્સે દબાણ કરી મકાન તથા ખેતર ઉભા કરી ખેતીકામ શરૂ કરતા આ આસામી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લાના બરેજી ગામના વતની અને હાલમાં જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સિક્કામાં રહેતા અને દિગ્વિજય સિમેન્ટ કંપનીમાં ફરજ બજાવતા મનિષકુમાર ચંદ્રપ્રકાશ ઉપાધ્યાયએ ભાણવડ પોલીસ સ્ટેશનમાં ભાણવડ તાલુકાના પાસ્તરડી ગામના સખાભાઈ અરજણભાઈ કોડીયાતર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ રાજ્ય સરકારના ગાંધીનગર સ્થિત ઈન્ડસ્ટ્રીયલ અને માઈન્સ ડિપાર્ટમેન્ટના હુકમ થી ગઈ તા.૮-૧-૧૭ના દિને ભાણવડના પાસ્તરડી ગામના સર્વે નં.૭૮માં ૧૮ હેક્ટરથી વધુ આવેલી જમીન તેમની કંપનીને ૫૦ વર્ષ માટે લાઈમ સ્ટોન માઈનીંગ કરવાના હેતુથી આપવામાં આવી હતી. તે જમીનમાં સખાભાઈ કોડીયાતરે દબાણ કરી લઈ તેમાં મકાન, વાડો બાંધી ખેતી કામ શરૂ કરી દીધુ હતું. વર્ષ ૨૦૧૭થી આ આસામી નવા સર્વે નં.૨૦૮ અને ૧૪૧વાળી જમીન જેનું અંદાજે ૭૨૪૭ ચો.મી. ક્ષેત્રફળ થાય છે તે જમીન ખાલી કરી આપી નથી. ભાણવડ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial