Advertisement
Author: નોબત સમાચાર

૪૮૦૦૦ કરોડનો ટેક્સ ભરવા ફંડીંગ કરવા કહી વચલાબારાના શખ્સ સહિત બેએ કરી છેતરપિંડી

આરબીઆઈની બોગસ ફાઈલ પણ દેખાડી દીધી!: એસઓજીએ બંનેને દબોચ્યાઃ

જામનગર તા. ૧૨: ખંભાળિયાના વચલાબારા ગામના વતની અને રાજકોટમાં રહેતા તેના સાગરિતે રૂ.૪૮,૦૦૦ કરોડ આરબીઆઈ દ્વારા બ્લોક કરાઈ રહ્યા છે, તેનો ટેક્સ ભરવાનો છે તેમ કહી બે આસામીને બાટલીમાં ઉતારવાનો પ્રયાસ કર્યાે હતો. તેની વિગતો મળતા શરૂ થયેલી તપાસમાં એસઓજીએ આ બંને શખ્સ સામે ગુન્હો નોંધાવ્યો હતો. તે ૫છી બંને આરોપીને એસઓજી એ પકડી પાડ્યા છે. આ શખ્સોએ આરબીઆઈની નોટીસ બતાવી વિશ્વાસ કેળવ્યો હતો.

ખંભાળિયા તાલુકાના વચલાબારા, દખણાદાબારા ગામમાં કેટલાક આસામીઓને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં રાજકોટમાં દોઢસો ફૂટ નવા રીંગરોડ પર અતુલ્ય ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ વચલાબારા ગામના વાડી વિસ્તારના વતની ઋતુ ઉર્ફે  ઋતુરાજસિંહ અજીતસિંહ નામના શખ્સના રૂ.૪૮ હજાર કરોડ બ્લોક કરવામાં આવ્યા છે અને તે રકમ અનબ્લોક કરાવવા ૨૪૦૦ કરોડ ટેક્સ પેટે ભરવાના છે તેવી વાત ફેલાવાઈ હતી.

ત્યારપછી જે વ્યક્તિઓ ટેક્સ ભરવા માટે ફંડીંગ કરે એટલે કે, તેના માટે પૈસા આપે તેઓને ૧૫ ટકા રકમ આપવાની લાલચ પણ બતાવાતી હતી. તે વાત ફરતી ફરતી દેવભૂમિ દ્વારકા એસઓજી પાસે પહોંચી હતી.

તેની તપાસ કરાવાયા પછી ફંડીંગ કરનાર વ્યક્તિનો ચારિત્ર બાબતનો પોલીસ વેરીફિકેશન નો બનાવટી દાખલો બતાવી બે વ્યક્તિને ફંડીંગ માટે તૈયાર કરાવાઈ હતી. ઋતુરાજસિંહ તથા તેના સાગરિત રાજકોટના માધાપર નજીક નાગેશ્વર રોડ પર એપલ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા માધવ કિરણભાઈ વ્યાસે  બેઠક રાખી હતી. તે બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તૈયાર કરાવાયેલી ખોટી ફાઈલ બતાવી આરબીઆઈના અધિકારી સાથે વાત કરી આગળની કાર્યવાહી કરશું તેમ કહી છેતરપિંડી કરી હતી. તેવી વિગત મળી હતી. જેના પગલે એસઓજીના જમાદાર એચ.એચ. જાડેજાએ ખુદ ફરિયાદી બની સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં ઋતુરાજ સિંહ તથા માધવ વ્યાસ સામે ગુન્હો નોંધાવ્યો હતો.

કમિશનની લાલચ આપી મોટી રકમની ઠગાઈ કરવાનો ઈરાદો સેવતા ઋતુરાજસિંહ અજીતસિંહ સોઢા તથા માધવ કિરણભાઈ વ્યાસને એસઓજીએ દબોચી લીધા છે. આ શખ્સોએ બેંગ્લોરના પ્રભુભાઈ નામના વ્યક્તિ પાસે બનાવટી કાગળો તૈયાર કરાવ્યા હોવાનું ખૂલ્યું છે. બ્લોક થયેલી રકમના ૧૫ ટકા આપવાની આંબાઆંબલી બતાવી આ શખ્સો આરબીઆઈના અધિકારી સાથે વાત કર્યા પછી ફરીથી બેઠક કરવાનું સમજાવીને જે તે આસામીને મોકલી આપતા હોવાનું ખૂલ્યું છે. બંને શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh